6 people died in Delhi accident: ગુરુગ્રામ-ફરીદાબાદ(Gurugram-Faridabad) રોડ પર ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં છ યુવકોના મોત થયા હતા. તમામ પલવલના કેમ્પ વિસ્તારના રહેવાસી હતા.(6 people died in Delhi accident) બધા ગુરુગ્રામથી બર્થડે પાર્ટી પછી લગભગ 1.30 વાગ્યે પાછા ફરી રહ્યા હતા ત્યારે ક્રશરથી ભરેલા ડમ્પરે યુવકની કારને ટક્કર મારી હતી.
આરોપી ચાલકને ટક્કર માર્યા બાદ પણ તે ડમ્પર રોકવાને બદલે ભાગતો રહ્યો હતો. તમામ યુવકો કારની સાથે ડમ્પરના આગળના બે વ્હીલ વચ્ચે ફસાઈ ગયા હતા. લગભગ 100 મીટર સુધી ઢસડાવાના કારણે કારના ફુરચા ઉડી ગયા હતા અને તમામ યુવકોના ઘટનાસ્થળે જ મોત(6 people died in Delhi accident) થયા હતા. માહિતી મળતાં જ માંગર ચોકી અને ધૌજ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને કારમાંથી મૃતદેહને બહાર કાઢ્યાહતા.
આરોપી ડમ્પર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસે ડમ્પર કબજે લીધું છે. મૃતકોની ઓળખ વિશાલ સેઠી (18), પુનીત (27), બલજીત (27), જતીન (26), સંદીપ (28) અને પલવલના જવાહર નગર કેમ્પના રહેવાસી આકાશ ઉર્ફે નોની (29) તરીકે કરવામાં આવી છે. બધા ગુરુગ્રામથી પલવલ જઈ રહ્યા હતા. બધા મિત્રો હતા અને જવાહર નગર કેમ્પમાં રહેતા હતા.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર સતીશ ડાગરે જણાવ્યું કે, તેઓ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તમામ યુવકોના મૃતદેહ કારમાં ફસાઈ ગયા હતા. પોલીસે ગેસ કટર અને અન્ય સાધનો વડે કારને કાપીને તમામને બહાર કાઢ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા. આરોપી ડમ્પર ચાલક કારને કેટલાય મીટર સુધી ઢસડી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ગંભીર અકસ્માતમાં પોતાને ફસાયેલો જોઈને આરોપી ડ્રાઈવર ડમ્પરને સ્થળથી લગભગ બે કિલોમીટર દૂર છોડીને ભાગી ગયો હતો.
સંબંધીઓએ જણાવ્યું કે, તમામ યુવકો બર્થડે પાર્ટીમાં જવાનું કહીને નીકળી ગયા હતા. મૃતકનો મિત્ર રિંકુ પલવલમાં તેમના ઘર પાસે રહે છે. ગુરુવારે તેમનો જન્મદિવસ હતો. મિત્રો ઇચ્છતા હતા કે, બધા ગુરુગ્રામમાં પાર્ટી કરે પરંતુ રિંકુએ જવાની ના પાડી. આના પર બધાએ કેક ઓર્ડર કરીને પલવલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પછી રિંકુ સિવાયના તમામ મિત્રો કારમાં ગુરુગ્રામ જવા રવાના થયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube