ટેન્કરે રીક્ષાને અડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત – એકસાથે આટલા લોકોના થયા મોત

સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની સતત વધતી જે રહેલ ઘટનાઓ એક મોટી ચિંતાનું કારણ બની ગઈ છે. આવા પ્રકારની ઘટનાથી કેટલાય નિર્દોષ લોકો ભોગ બની રહ્યાં છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. આજે બપોરે અંબાલામાં બપોરના સમયે સર્જાયેલ ગોઝારા માર્ગ અકસ્માતમાં કુલ 6 લોકોનાં મોત નીપજ્યા છે.

ઓટોરિક્ષાને એક ટેન્કરે ટક્કર મારતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ પર કુલ 5 લોકોનાં મોત નીપજ્યા હતાં, જ્યારે એક મહિલાનું ચંડીગઢના PGI લઈ જતી વખતે માર્ગમાં મોત નીપજ્યું હતું. ટેન્કરનો ડ્રાઈવર આ ઘટના પછી ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો.

મળી રહેલ જાણકારી મુજબ, નારાયણગઢથી એક ઓટોરિક્ષા પાસે ગામ જૌલી જઈ રહી હતી. આ સમયે સામેથી આવી રહેલા એક ટેન્કરે રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓટોચાલક સહિત કુલ 5 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં.

મૃત્યુ પામેલ લોકોમાં 81 વર્ષીય મેહરચંદ, 33 વર્ષીય ઓટો ચાલક સુનીલ, 62 વર્ષીય ગફરદીનનો સમાવેશ થાય છે. આની સાથે જ અન્ય 2  મહિલાની હજુ ઓળખ થઈ શકી નથી. બીજી તરફ, આ ઘટના સર્જાયા પછી ટેન્કરનો ડ્રાઈવર વાહન લઈ ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસ દ્વારા તેનો પકડી  પાડવામાં આવ્યો હતો. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *