Israel Hizbullah News: હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર મોટા પાયે રોકેટ બેરેજ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે 300 થી વધુ રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા આ હુમલો ઈઝરાયેલી સેનાના(Israel Hizbullah News) હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. જેમાં ઇઝરાયેલની સેનાએ લેબેનોનમાં હિઝબુલ્લાહ વિદ્રોહીઓની જગ્યાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો.
ઈઝરાયેલમાં ઈમરજન્સી લગાવી
હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદથી લેબનોનની સરહદે ઇઝરાયેલના પ્રદેશ પર સતત સાયરનનો અવાજ સંભળાય છે. આ હુમલા બાદ ઈઝરાયેલી સેનાએ સમગ્ર ઈઝરાયેલમાં ઈમરજન્સી લગાવી દીધી છે. આ પહેલા રવિવારની વહેલી સવારે ઈઝરાયેલ લેબનોનની સરહદમાં ઘૂસી ગયો હતો અને હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવી હતી.
હુમલા પછી કર્યું ટ્વીટ
હિઝબોલ્લાહએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઇઝરાયેલની મુખ્ય સૈન્ય સાઇટને નિશાન બનાવવામાં આવી હતી, જેની જાહેરાત પછીથી કરવામાં આવશે, અને દુશ્મનની ઘણી સાઇટ્સ અને બેરેક અને આયર્ન ડોમ પ્લેટફોર્મને પણ નિશાન બનાવ્યું હતું. “અમે આતંકવાદના માળખાને નિશાન બનાવીએ છીએ, તેઓ નાગરિકોને નિશાન બનાવે છે,” ઇઝરાયેલી સૈન્યએ હુમલા પછી ટ્વિટર પર લખ્યું.
ફવાદ શુકર પર હુમલાનો જવાબ!
લેબનીઝ બળવાખોર જૂથ હિઝબુલ્લાએ રવિવારે સવારે જાહેરાત કરી હતી કે તેણે બેરુતમાં તેના એક કમાન્ડરની હત્યાનો બદલો લેવા માટે મોટી સંખ્યામાં ડ્રોન ફાયર કરીને ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હિઝબોલ્લાહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં “એક મુખ્ય ઇઝરાયેલ લશ્કરી સ્થળ, જેની જાહેરાત પછીની તારીખે કરવામાં આવશે” અને “કેટલીક દુશ્મન સાઇટ્સ અને બેરેક, તેમજ ‘આયર્ન ડોમ’ પ્લેટફોર્મ પર કરવામાં આવી હતી.”નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં થયેલા હુમલામાં જૂથના ટોચના કમાન્ડર ફવાદ શુક્રની હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલે હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવી હતી
અગાઉ, ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ઉગ્રવાદી જૂથ ઇઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેઓએ તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાંથી ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી થઈ રહી હતી.
#WATCH: Israeli air defenses repel Hezbollah rockets launched at civilians in northern Israel pic.twitter.com/0umnUs7U2q
— Israel War Room (@IsraelWarRoom) August 25, 2024
Over 100 projectiles have been fired at Israelis since this morning.
This is Hezbollah’s goal—destroying homes and targeting our civilians.
We will continue operating to ensure all of our civilians are safe and protected against terrorism. pic.twitter.com/Z1NWWchIUP
— Israel Defense Forces (@IDF) August 23, 2024
રાષ્ટપ્રમુખ જો બાઈડેન રાખી રહ્યા છે નજર
સમગ્ર તણાવ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયેલ-હિઝબુલ્લાહ તણાવ પર નજર રાખી રહ્યા છે અને ઈઝરાયેલના સમકક્ષો સાથે બેઠકો કરી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે અમે ઇઝરાયલના સ્વરક્ષણના અધિકારનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું અને અમે પ્રાદેશિક સ્થિરતા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App