દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસામાં મરનારાની સંખ્યા વધીને 38 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષમાં હિંસામાં આટલી મોટી સંખ્યામાં દેશમાં મોત નથી નિપજ્યા. જેને પગલે આ હિંસાને લઇને હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ હિંસાખોરોને શોધી કાઢવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પોલીસે એસઆઇટીની રચના કરી છે જ્યારે કેસોને ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. અનેક મૃતદેહો ગટરમાંથી મળી આવ્યા છે તેથી એવી શક્યતાઓ છે કે હત્યા બાદ મૃતદેહો છુપાવવા માટે ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. દિલ્હીના ભજનપુરા અને મૌજપુર વિસ્તારમાં હિંસા કરનારા તત્વોએ વાહનો, દુકાનો વગેરેને સળગાવી દીધા હતા. અત્યાર સુધીમાં હિંસાની 48 જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
એકબાજુ દિલ્લી સહિત કેટલીક જગ્યાએ CAAને લઇને માહોલ ખરાબ છે ત્યારે આ વચ્ચે નેતાઓ દ્વારા વિવાદીત પોસ્ટ અને નિવેદન આપવાનું હજુ પણ યથાવત છે. ભાજપ નેતા દ્વારા સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકાઇ છે. રાજકોટ શહેર ભાજપના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ નિશિથ ત્રિવેદીએ ઉશ્કેરણીજનક પોસ્ટમાં વીડિયો સાથે હિન્દુસંગઠિત રાષ્ટ્રનું લખાણ લખ્યું.
ભાજપ નેતા દ્વારા શાંતીની અપીલને બદલે હિંસા ભડાકાવવાનો પ્રયાસ
ભાજપ નેતા દ્વારા સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકાઇ છે. ત્યારે આવા નેતાઓ સામે કેમ કોઇ કાર્યવાહી થતી નથી. તે એક મુખ્ય મુદ્દાનો સવાલ છે. તેમની આવી એક પોસ્ટના કારણે વિવાદ વધુ વકરી શકે છે તેવું આ નેતાઓ કેમ નથી સમજતા. શાંતિનો માહોલ બનાવવાની જગ્યા માહોલ ખરાબ કરવાનો કેમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.