શું તમને પણ આખો દિવસ ઉંઘ આવ્યા કરે છે? તો હોય શકે છે ક્યાંક આવી ખતરનાક બિમારી

ઘણા લોકો દિવસ દરમ્યાન પણ ઊંઘતા જોવા મળતા હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, રાત્રે સારી રીતે ઊંધ ન આવવી. જો તમે કોઇ કારણસર રાત્રે થોડીક જ ઊંઘ પૂરી કરી શક્યા હોય તો બીજા દિવસે ઊંઘ આવવી સ્વાભાવિક છે. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યક્તિએ 7-8 કલાકની ઊંઘ દરરોજ પૂરી કરવી જોઇએ. કારણ કે ભરપૂર ઊંઘ ન લેવી તે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. પરંતુ ઘણા બધા લોકોને હંમેશા ઊંઘ આવતી રહે છે. આ લોકો સ્લીપિંગ ડિસઑર્ડનો શિકાર બની શકે છે. જો તમને પણ કંઇક આ પ્રકારની સમસ્યા હોય તો જાણો તેના કારણ અને ઉપચાર વિશે…

આખો દિવસ ઊંઘ કેમ આવે છે?
અમેરિકામાં થયેલ એક સર્વે અનુસાર, ઓછી ઊંઘ આવવાની સમસ્યાને અનિન્દ્રા અથવા ઇન્સોમ્નિયા કહેવામાં આવે છે. પરંતુ જો તમને 7-8 કલાક કરતા પણ વધારે ઊંઘ આવવા લાગે છે તો તેને હાઇપરસોમનિયા કહેવામાં આવે છે. આ ઊંઘ સાથે સંકળાયેલ એક કૉમન ડિસઑર્ડર છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે લગભગ 20 ટકા યંગસ્ટર્સ પર્યાપ્ત ઊંઘ લઇ શકતા નથી. તેના કારણે તેમનામાં ડિસઑર્ડર જોવા મળે છે.

વધુ ઊંઘ આવવા માટે જવાબદાર કારણો:

રાત્રી દરમ્યાન પર્યાપ્ત ઊંઘ ન લેવી

દવા, દારૂ અથવા સિગરેટનો ઉપયોગ વધુ કરવો

ફિઝિકલ એક્ટિવિટીમાં અભાવ

વધારે પડતું ડિપ્રેશન

દિવસભર સુસ્તી રહેવી

સ્લીપ એપનિયા

વધુ ઊંઘ આવવાના લક્ષણો:
તમને સવારે ઉઠવામાં મુશ્કેલી પડે છે.
ઉઠ્યા પછી પણ મોટેભાગે ઊંઘ આવતી હોય છે.
તમારી ઊંઘ પૂરી નથી થતી.

દિવસ દરમિયાન કામ કરતી વખતે પણ જપકું આવી જાય છે.
દિવસમાં કામ કરતી વખતે થાક લાગે છે.
કોઇ પણ વસ્તુ પર ફોક્સ કરી શકતા નથી.

હંમેશા શરીરમાં સુસ્તી રહ્યા કરે છે.
પહેલાની સરખામણીએ ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થયો છે.
હંમેશા મન ચિડચિડ્યું રહે છે.

જો તમને પણ ઉપર જણાવેલા લક્ષણો માંથી કોઈ પણ લક્ષણ જણાય તો શક્ય છે કે, તમે પણ વધુ ઊંઘ આવવાની સમસ્યા અથવા હાઇપરસોમનિયા ડિસઑર્ડરથી પીડિત છો. તેના માટે તમારે ડૉક્ટરનો પણ સંપર્ક કરી શકો છો.

તમને પણ વધુ ઊંઘ આવતી હોય તો આ રીતે બચો:
હાઇપરસોમનિયા ડિસઑર્ડરથી બચવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી જરૂરી છે. જો તમે પર્યાપ્ત અને વ્યસ્થિત ઊંઘ લો છો તો તમે આ સમસ્યાથી બચી શકો છો.

1. પૉલીસોમ્નોગ્રાફી ટેસ્ટ: જો તમને પણ વધુ ઊંધ આવતી હોય તો આ ટેસ્ટ કરાવો જરૂરી છે. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના મસ્તિષ્કના તરંગો, ઑક્સિજનનું લેવલ અને ઊંઘ દરમિયાન શરીરની મૂવમેન્ટ અને સ્લીપ સાઇકલને રેકોર્ડ કરવામાં આવી શકે છે. તેનાથી કોઇ પણ પોતાની ઊંઘની ક્વોલિટી વિશે જાણી શકે છે. જો તમને વધુ ઊંઘ આવવાની સમસ્યા હોય તો આ ટેસ્ટ કરાવીને ડૉક્ટર પાસેથી સલાહ લઇ શકો છો.

2. હેલ્ધી અને બેલેન્સ ડાયેટ લો: જો તમને પણ વધુ ઊંધ આવતી હોય તો દિવસ દરમ્યાન હેલ્ધી ડાયેટ કરો. રાત્રે હળવું ભોજન લો જેથી તમે ગાઢ નિંદ્રા લઇ શકો અને બીજા દિવસે ફ્રેશ ઊઠો. દિવસમાં હેલ્ધી ભોજન લો.

3. સૂતી વખતે હળવા કપડાં પહેરો: આ બીમારીથી પીડિત લોકોએ સૂતી વખતે હળવા કપડા પહેરવા જોઇએ. તેનાથી તમને ઊંઘ સારી આવશે અને બીજા દિવસે તમને થાક અને સુસ્તી લાગશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *