ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની 3,000ની વસ્તી ધરાવતું કરદેજ ગામની પ્રાથમિક કન્યાશાળા એક ઉચ્ચ આદર્શ શાળા તરીકે પ્રખ્યાત થઇ રહી છે. આ પ્રાથમિક કન્યાશાળાને આદર્શ બનાવવા માટે આચાર્યથી લઇને તમામ શિક્ષકોએ ફાળો આપ્યો છે.
તેમ છતાં એક શિક્ષક કે જેમના શિક્ષણ દ્વારા આ શાળા આદર્શ શિક્ષણ અને આદર્શ શિક્ષકોના હક્કદાર બની ચુકી છે. આ પ્રાથમિક શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક રોહિત ચૌહાણ કે જે આ શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓના આદર્શ શિક્ષક બની ચુક્યા છે. આ શિક્ષકના કાર્યથી સંપૂર્ણ ગામ ગૌરવ અનુભવી રહ્યું છે.
આવા ઘણા શિક્ષકો હાલના સમયમાં તેના ગામની શાળામાં છે અને તેમના જ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. એટલે કે આ શાળામાં ‘શિક્ષણ દિન’ ફક્ત ૫ સપ્ટેમ્બરના રોજ નહીં પરંતુ 365 દિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવામાં આવે છે. મોટા મોટા શહેરોમાં મોટી મોટી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓમાં જે રીતે ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, તેનાથી પણ ઘણું વિશેષ શિક્ષણ કરદેજની આ પ્રાથમિક કન્યાશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આપવામાં આવે છે. આ પ્રાથમિક શાળાની દરેક વિદ્યાર્થિનીઓ શાળાએ સુરક્ષિત પહોંચી જાય એટલે દરેક વાલીઓના મોબાઈલ ફોનમાં મેસેજ આવી જાય તેવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, અને સમાજને નવી રાહ ચીંધી છે.
રજા મેળવવા માટે પણ અનોખી રીત તૈયાર કરવામાં આવી છે…
આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને જે આઈકાર્ડ આપવામાં આવ્યા છે તે QR કોર્ડ વાળા છે. જેના કારણે આ શાળામાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થીનીનો QR કોર્ડ સ્કેનિંગ થાય છે અને વિદ્યાર્થિની શાળાની અંદર પહોચી ગઈ છે જેની જાણ મોબાઈલ ફોન દ્વારા તેમના વાલીઓને જાણ થઇ જાય છે કે તમારી બાળકી સુરક્ષિત શાળાએ પહોંચી ગઈ છે.
સાથે-સાથે જ્યારે પણ વિદ્યાર્થિની શાળાની બહાર જાય ત્યારે પણ તેની જાણકારી તેના વાલીઓને મળી જાય છે. આની સાથે જ આ પ્રાથમિક કન્યા શાળાના તમામ ક્લાસરૂમમાં CCTV કેમેરા મુકવામાં આવ્યા છે. આ CCTV દ્વારા વાલીઓ એ પણ જાણી શકે છે તેમની બાળકીઓ શાળામાં શું કરી રહી છે. આ એપ્લીકેશનમાં CCTVની લીંકને પોર્ટલ દ્વારા જોડવામાં આવેલી હોય છે.
સૌથી મહત્વની વાત એ છે કે, એમાં જો વિદ્યાર્થિની કોઈ પણ કારણોસર સ્કૂલમાં ગેરહાજર રહી હોય તો તે વિદ્યાર્થીની તેના ઘરેથી જ પોતાના મોબાઈલમાં રાખેલી એપની મદદથી રજા રિપોર્ટ મૂકી શકે છે. આ કન્યા શાળામાં ચાલી રહેલા દરેક અભ્યાસની માહિતી મેળવી શકાય છે.
આ બધી ટેકનોલોજીને અમલ કરવામાં શિક્ષક રોહિત ચૌહાણનો મુખ્ય ફાળો આપ્યો છે. આ રીતે આ ડિજિટલ શાળા દ્વારા વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કર્યું છે. આ પ્રાથમિક ડિજિટલ શાળાની પ્રસિદ્ધિ પાછળનું કારણ રોહિત ચૌહાણ નામના શિક્ષકને જાય છે.
આ રોહિત ચૌહાણ કે, જે પ્રાથમિક કન્યા શાળામાં અંગેજી ભાષાના શિક્ષક તરીકેની ફરજ અદા કરે છે. આ રોહિત ચૌહાણ શિક્ષકે નાના એવા કરદેજ ગામમાં ડિજિટલ શિક્ષણની ક્રાંતિનો આરંભ કર્યો છે.21મી સદીનાં આધુનિક યુગમાં ડિજિટલ ઇન્ડીયાનું સ્વપ્ન સાર્થક થઇ રહ્યું છે. શહેરી વિસ્તારથી લઇને ગ્રામ્ય વિસ્તારની તમામ સરકારી શાળાઓમાં હવે ડિજિટલ આધુનિકરણની સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર તાલુકામાં આવેલ કરદેજ કન્યા પ્રાથમિક શાળા કે જે રાજ્યની તમામ સરકારી શાળામાં નમૂનારૂપ શાળા બનવા જઈ રહી છે.જેમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં કરવામાં આવી રહ્યો છે. આની સાથે જ શાળાકીય વેબપોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી છે. આ શાળાનું ડિજિટલ આધુનિકરણ કરવામાં શાળાનાં તમામ શિક્ષકોનો મહત્વનો ફાળો રહેલો છે. રોહિત ચૌહાણ કે જે શાળાની બધી જ વિદ્યાર્થીનીનાં આદર્શ શિક્ષક રહેલાં છે.
આ શિક્ષકે નાના એવાં કરદેજમાં આવેલ પ્રાથમિક કન્યાશાળામાં ડિજિટલ શિક્ષણ દ્વારા એક એવું મુકામ હાંસલ કર્યું છે. જેને કારણે તે વિદ્યાર્થિનીનાં ગુરુની સાથે માતા-પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બધા જ વાલીઓની માટે પણ એક આદર્શ શિક્ષણની સાથે જ એક આદર્શ શિક્ષક પણ બની ગયા છે.
શાળાની કાર્યપદ્ધતિ તથા ટેકનોલોજીથી ભરપુર અભ્યાસથી વાલીઓ પણ ખુબ જ ખુશ રહેલા છે. વાલીઓ પોતે પણ એમનાં મોબાઈલમાં શાળાની ઘણી એપ્લીકેશનની સાથે જોડાઈની શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓ ઓનલાઈન જોઈ શકે છે.
આની સાથે જ વિદ્યાર્થીઓ એમનાં વાલીનાં વોટ્સએપમાં શાળાનાં ગ્રુપમાંથી આવેલ લીંકને ઓપન કરીને ઘરે બેઠા જ પરીક્ષા પણ આપી રહ્યા છે તેમજ એમાં પ્રાપ્ત થયેલ ગુણ પણ તેઓ ઓનલાઈન જ મેળવી રહ્યાં છે. વાલીઓ આ બાબતે ગૌરવનો અનુભવ કરી રહ્યા છે, કે એમની શાળાનાં બધા વિદ્યાર્થીઓ વેબપોર્ટલની સાથે જોડાયેલા છે.
યુઝરનેઈમ તથા પાસવર્ડ દ્વારા આ વેબપોર્ટલની સાથે જોડાઈને વિદ્યાર્થિનીનાં જન્મદિનની શુભકામના એમના મોબાઈલ પર પાઠવવા, જુદી-જુદી ટેસ્ટનાં માર્ક્સ ઓનલાઈન મેળવવા આની સાથે જ કોમ્પ્યુટરનાં વિવિધ પાર્ટસની માહિતી તથા સામાન્ય રિપેરિંગ જેવી ઘણી બાબતોનું જ્ઞાન પણ આ શાળાની વિદ્યાર્થિનીઓ ધરાવે છે. જેને કારણે કોઈપણ સમસ્યાનો તોડ એટલે કે એમના રોહિત સરને વિશે વિદ્યાર્થિનીઓનાં મુખેથી જ સંભાળવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en