સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ: 13 મોબાઈલ, 11000 રોકડ સહિત 13 પીધેલા પકડાયા, 3 વોન્ટેડ

SMC Prohi Raid: સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા ત્યાં હાજર દારૂડિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.સ્થાનિક પોલીસ ઊંઘતી (SMC Prohi Raid) હતી અને એસએમસીની ટીમે રેડ કરતા સિંગણપોર પોલીસનું નાક કપાઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.તેમજ આ આ રેડ દરમિયાન 55 જેટલી ખાલી દારૂની બોટલ જોવા મળી હતી.આ સાથે જ બિયરના ખાલી ટીન પણ જોવા મળ્યા હતા ત્યારે એસએમસીની ટીમે સ્થળ પરથી 13 લોકોને ઝડપી પાડ્યા હતા અને 3 લોકોને જાહેર કર્યા હતા અને આ દારૃપાર્ટી કોઈ એક ઘરમાં ચાલી રહી હોવાનું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.

સિંગણપોર પોલીસનું નાક કપાયું…!
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સિંગણપુર વિસ્તારમાં આવેલા એક મકાનમાં બાતમીના આધારે રેડ કરી હતી.સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરતા ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી 2 દારૂની બોટલ ઝડપી પાડી હતી.સાથે જ 55 જેટલી ખાલી દારૂની બોટલો અને બિયરના ટીન ખાલી પડેલા જોવા મળ્યા હતા.આ સાથે જ સ્થળ પરથી 13 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીના નામ
દેવેન્દ્રભાઈ ઠાકરશીભાઈ સવાણી (રહે. કતારગામ, સુરત)
મિતુલભાઈ જીવરાજભાઈ સવાણી (રહે સરથાણા જકાતનાકા, સુરત)
પાર્થ ઘનશ્યામભાઈ વરીયા (રહે.છિપ, વાડી રોડ, સુરત)
પ્રિન્સ મહેશભાઈ બથવાર (વલીનાથ સોસાયટી વેડરોડ સુરત)
આકાશ મનસુખભાઈ પ્રજાપતિ (રહે કતારગામ, સુરત)
ધર્મેશ બાબુભાઈ ચોટલિયા (રહે, છાપરીયા ભાઠા, અમરોલી, સુરત)
દર્શન રસિકભાઈ તન્ના (રહે, સિદ્ધિ વિનાયક સોસાયટી એ.કે.રોડ, ઉમિયાધામ સોસાયટી સુરત)
ભાવેશ ચંદુભાઈ મીરોલીયા (રહે અમરોલી, સુરત)
વિનોદભાઈ નગીનભાઈ ચૌધરી (રહે વેદ રોડ પંડોલ, સુરત)
ધનસુખ કાનજીભાઈ પાંડવ (રહે વેડરોડ, સુરત)
ઘનશ્યામભાઈ ધીરુભાઈ કોલાડીયા (રહે કતારગામ, સુરત)
પિન્ટુ મથુરભાઈ પ્રજાપતિ (રહે કતારગામ દરવાજા, સુરત)
પરેશભાઈ ડાહ્યાભાઈ રાઠોડ (રહે. સતાધાર સોસાયટી, A.k. રોડ, સુરત)

વોન્ટેડ આરોપીના નામ
નવનીત ઉર્ફે નવલ પ્રવિણભાઈ કંથારીયા (મુખ્ય આરોપી)
આશાબેન નવનીતભાઈ કંથારીયા (બંને રહે ઘર નં-35, ટેકરા વાલુ ફળીયુ, પ્રેરિત ગામ, સિંગણપોર)
IMFL નો જાથો મોકલનાર