Surendranagar Gambling News: હાલમાં સુરેન્દ્રનગરના પાટડીમાં PIના ભાઇના ઘરમાં જ ધમધમતું જુગારધામ પકડાયું છે. પાટડીમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પાંચ મહિલાઓ સહીત કુલ 30 જુગારીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગાંધીનગર SMC ટીમે આ જુગાર (Surendranagar Gambling News) દરોડામાં રોકડા રૂ. 4.58 લાખ, ત્રણ વાહનો અને 26 મોબાઈલ મળી કુલ રૂ. 6.58 લાખનો મુદામાલ ઝબ્બે કરી પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
SMC ટીમે આ જુગારધામ પર પાડ્યા દરોડા
પાટડી વેલનાથનગરમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે અચાનક દરોડો પાડી પાંચ મહિલાઓ સહીત કુલ 30 જુગારીઓને રોકડા રૂ. 4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ. 75,000 અને મોબાઈલ નંગ-26 કિંમત રૂ. 1,25,000 મળી કુલ રૂ. 6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ લોકોની કરવામાં આવી ધરપકડ
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પકડાયેલા 30 જુગારીઓમાં કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર, ભરત રમેશભાઈ દેવીપૂજક, રાકેશ શ્યામજીભાઈ ઠાકોર, વાસીમ ઝીલનભાઈ સિપાઈ (સુરેન્દ્રનગર), મીનાજ ઉસ્માનભાઈ નાયક (પાટડી), અમિત દિલીપભાઈ ખખ્ખર (પાટડી), અસ્લમ શબ્બીરભાઈ સિપાઈ, લાલભા ભીખુભા ઝાલા (ઝીંઝુવાડા), ઝાહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ (પાટડી), દેવપાલ રાજુભાઈ ઝાલા (દેત્રોજ), નરેશ મંગાભાઇ ઠાકોર, વખતસિંહ ભરતસિંહ સોલંકી (દેત્રોજ), વિજય મનહરભાઈ ભીલ (પાટડી), નિલેશગિરી વિષ્ણુગીરી ગૌસ્વામી, ભાર્ગવ અમૃતલાલ દેકાવડીયા (પાટડી), રસિક છનાભાઈ દેવીપૂજક, લાલભાઈ છનાભાઈ દેવીપૂજક, મોહસીન ઉર્ફે લારા બાબુભાઇ મંડલી (વિરમગામ), સરફરાઝ ઉર્ફે કાલુ હબીબભાઇ ફકીર (વિરમગામ),
રામભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર (પાટડી), અરવિંદસિંહ હરિભા મકવાણા (દેત્રોજ), કિરણ મંગાજી ઠાકોર (કડી), રાજુ પોલાભાઈ દેવીપૂજક (પાટડી), રમેશ રાસંગજી ઠાકોર (માંડલ), ખુશ્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્વિનભાઇ પરમાર (વિરમગામ), રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર, કાંતાબેન મગનભાઈ પરમાર (વિરમગામ), રમીલાબેન નાગરભાઈ પરમાર (વિરમગામ) અને જલીબેન તારાસંગજી ઠાકોર મળી કુલ 30 જુગારીઓ રોકડા રૂ.4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ.75,000 અને મોબાઈલ નંગ-26 કિંમત રૂ.1,25,000 મળી કુલ રૂ.6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસ ઊંઘતી ઝડપાઇ
આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પીએસઆઇ બી. એન. ગોહીલ સાહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ જુગાર દરોડામાં પાટડી પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App