સુરત પાલિકા 7 વર્ષમાં સ્વીપર મશીનથી સફાઈ કરાવવા 125 કરોડ ખર્ચશે, 8 ના બદલે 16 મશીન ખરીદશે

Surat News: સુરત શહેર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન જાળવી રાખવા સુરત પાલિકા કવાયત હાથ ધરી છે. સુરત શહેરમાં રોડની સફાઈ માટે સ્વીપર મશીનથી કામગીરી થાય છે તેમાં વધુ 16 મશીનનો ઉમેરો કરવા જઈ રહી છે.   પાલિકા 125 કરોડથી વધુના ખર્ચે સ્વીપર મશીન(Surat News) ખરીદવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરી છે  જો કે આ મામલે ભ્રષ્ટાચાર થયું હોવાનો આક્ષેપ વિજય પાનસેરિયા દ્વારા લગાવવામાં આવ્યો હતો.

ત્યારે આ મામલે વિજય પાનસેરિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને અરજી કરી જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર રોડ રસ્તાઓ મિકેનિકલ સ્વીપીંગ મશીન મારફતે સફાઈ કરવાના હેતસુર નવા 16 મીકેનીકલ રોડ સ્વીપર મશીનની ખરીદી ને તેન 7 વર્ષના વ્યાપક સંચાલન અને જાળવણીના કામગીરીની સોંપણી કરવા તેમજ ત્યારબાદ સદર કામગીરીને વધુ 3 વર્ષ લંબાવવાના ઈજારાની ફાળવણી કરવાનો નિર્યણ કરવા તા. 21/6/2024ના રોજ યોજાયેલા સ્થાયી સમિતિની સભા સમક્ષ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની દરખાસ્તથી રજુ કર્યા બાદ સ્થાયી સમિતિ સહિત અન્ય ચૂંટાયેલ સભ્યો દ્વારા તે કામગીરી સોંપણીથી પાલિકાને કરોડો રૂપિયાની નુકસાની થતી હોવા છતાં,

મેળાપીપણામાં ઈજાદારોને લાભાર્થી સદર કામને મંજુરી આપીને પાલિકાને તિજોરી પર તાપ તેમજ કરોડો રૂપિયાનો વધારો બોજો નાખીને પ્રજાના વેરારૂપી નાણાંનો વ્ય્ય કરવાનું કૃત્ય કરવામાં આવેલ છે. જેમાં સીવીસીની ગાઈડલાઈન્સનો સંદતર છેદ ઉડાવા સહીત સંસ્થાને કરોડોની નુકશાની ભોગે ઇજારદારને લાભ કરાવવામાં આવેલ છે. જે અંગે ઉલટ તપાસની માંગ કરવામાં આવી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોરને પ્રથમ નંબર મળ્યો છે. જો કે આ ક્રમ જાળવી રાખવા પાલિકા આયોજન કરી રહી છે. જેમાં પાલિકા વિસ્તારમાં રોડ પર 28 સ્વીપર મશીન દ્વારા સફાઈની કામગીરી થઈ રહી છે. સ્વચ્છતા સર્વેના રેટિંગ માટે સફાઇમાં મિકેનિકલ સિસ્ટમને વધુ ગુણ આપવામાં આવી રહ્યાં છે. જોકે, સુરત પાલિકા ઘણા વર્ષોથી રોડ પર મશીનથી સફાઈની કામગીરી કરી રહી છે. સુરત પાલિકા શહેરમાં 8 મશીન પીપીપી ધોરણે ચલાવી રહી છે, જયારે બાકીના 20 મશીન પાલિકાએ ખરીદ્યા છે. પાલિકાએ જે 20 મશીન ખરીદ્યા હતા તેમાંથી 8 મશીનની સમય મર્યાદા પૂરી થવા જઈ રહી છે. જેથી પાલિકા વિસ્તાર વધતા 8 ના બદલે 16 મશીન ખરીદવા જઈ રહી છે.

સુરત મહાનગરપાલિકાએ 16 મશીન ખરીદીને તેને આગામી સાત વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે.  ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ (પ્રથમ વર્ષ  20,77,05,600, બીજા વર્ષ  22,18,75,200 ) પાલિકાના આર્થિક હિતોને કોરાણે મુકી સુવ્યસ્થિત રીતે આચરવામાં આવનાર ભ્રષ્ટાચારને અટકાવવા રીટેન્ડરીંગ કરવા તેમજ સી.વી.સી.ની ગાઈડલાઈન્સનો અમલ કરવા સહિત રજુ કરેલ એસ્ટીમેટ અંગે ઉલટતપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવશે,