ગુજરાત (Gujarat) ના રાજકોટ (Rajkot) શહેરમાંથી ખૂબ જ અજીબો-ગરીબ ચોરીનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના એક શોરૂમ અને દુકાનમાં તસ્કરો PPE કીટ (PPE Kit) પહેરીને ત્રાટકયા હતા. ચોરીનો નવો નુસ્ખો જોઈને, લોકો પેટ પકડી ને હસી રહ્યા છે. આ ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના ગોંડલ રોડ ચોક નજીક એસીનો શોરૂમ આવેલો છે, અને આ શોરૂમ ની બાજુમાં ઓટો મોબાઇલની દુકાન છે. આ બંને દુકાનોમાં PPE કીટ પહેરીને તસ્કરો ત્રાટકયા હતા અને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. PPE કીટ પહેરીને તસ્કરોએ 1.70 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે પાર્થ એન્ટરપ્રાઇઝના નામે એસીનો શોરૂમ ચલાવતા મિતુલભાઈ વઘાસિયની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.
કેવી રીતે અંદર તાટકયો ચોરો?
મળતી માહિતી અનુસાર, અગાસીનો દરવાજો તોડી તસ્કરો દુકાનમાં ત્રાટકયા હતા. ૭ ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે જ્યારે શોરૂમ બંધ કર્યો હતો. અને ૮ ફેબ્રુઆરી એ બાજુમાં રહેલી ઓટો મોબાઇલવાળા પિયુષભાઈ પટેલે માહિતી આપી કે બંનેની દુકાનમાંથી ચોરી થઈ છે. શોરૂમના પહેલા માળે આવેલી ઓફિસમાંથી તસ્કરો 1,78,500 રોકડ રકમ ચોરી ગયા હતા.
બાજુની દુકાનમાંથી ૩૯ હજારની ચોરી
શોરૂમ ની બાજુમાં સંજય ઓટોમોબાઈલ નામની દુકાન છે. આ દુકાનના માલિક નું નામ પિયુષભાઈ પટેલ છે, તેમની દુકાનમાંથી પણ ૩૯ હજારની રોકડ રકમ લઈને ફરાર થયા હતા. જ્યારે બંને દુકાનના સીસીટીવી તપાસ કર્યા, ત્યારે માલૂમ પડ્યું કે તસ્કરોએ PPE કીટ પહેરેલી હતી. હાલ પોલીસ આગળની ઘટનાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.