અમિત શાહની જાહેરાત- ફરીવાર ભાજપ સરકાર બનશે એટલે કોલેજીયન યુવતીઓને મળશે ટુવ્હિલ, ખેડૂતોને મફત વીજળી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ચૂંટણી (Election Uttar Pradesh) પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. દરેક પક્ષો લોકોમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા, લોકોને નવા નવા વાયદાઓ આપી રહ્યા છે. તેવા સમયે વચ્ચે ભાજપ (Bharatiya Janata Party) દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ખંડેર ને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને યોગી આદિત્યનાથે (Yogi Adityanath) લોક કલ્યાણ સંકલ્પ પત્ર લોકો વચ્ચે રજૂ કર્યો હતો. સાથોસાથ અમિત શાહે જણાવ્યું હતું કે, ‘આ માત્ર ઘોષણાપત્ર નથી પરંતુ અમારો સંકલ્પ છે. આ સંકલ્પ ઉત્તર પ્રદેશને નવા ભવિષ્ય તરફ લઇ જશે.’

લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં થયેલા એલાનો
એન્ટી કરપ્શન યુનિટ બનાવાશે, મેરઠમાં અત્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર તૈયાર થશે, લવ જેહાદમાં 10 વર્ષની જેલની સજાનો કાયદો. મેરઠપુર, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહરાઈચમાં એન્ટી ટેરેરિસ્ટ કમાન્ડો સેન્ટર સ્થાપવામાં આવશે. પ્રત્યેક પોલીસ મથકમાં સાઈબર હેલ્પ ડેસ્ક. પાંચ વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર.

ત્રણ આધુનિક ડેટા સેન્ટર પાર્ક. કાનપુરમાં મેગા લેધર પાર્ક. 10 લાખ નોકરીઓ ઉભી થશે. બાબુજી કલ્યાણસિંહ ગ્રામ ઉન્નત યોજના. વારાણસી, મિર્ઝાપુર અને ચિત્રકૂટમાં રોકવે. 2,000 નવી બસો સાથે તમામ ગામડાઓમાં બસની સુવિધા. રાજ્યમાં ગરીબો માટે અન્નપૂર્ણા કેન્ટીન.

કાશી, મેરઠ, ગોરખપુર, બરેલી, ઝાંસી અને પ્રયાગરાજમાં મેટ્રો. માછીમારો માટે નદીઓ નજીક લાઈફ ગાર્ડ તૈનાત કરાશે. આશ્રમ પધ્ધતિ સાથેની સ્કૂલો થશે. બાંધકામ અને વિવિધ કામગીરી કરતા શ્રમિકોને મફત જીવન વીમો.  દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને 1500 રુપિયા પેન્શન. મહર્ષિ વાલ્મિકી, સંત રવિદાસ, નિષાદરાજ ગુહા અને ડો.આંબેડકરની સ્મૃતિમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થપાશે.

ખેડૂતો માટે મફત વિજળી. પાંચ હજાર કરોડની સિંચાઈ યોજના. 25000 કરોડનુ સરદાર પટેલ એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન. બટાકા, ટામેટા, ડુંગળી જેવી ખેતીની એમએસપી માટે 1000 કરોડ રુપિયા. શેરડીના ખેડૂતોને 14 દિવસમાં પેમેન્ટ. નિષાદરાજ બોટ સબસિડી યોજના.

કોલેજ જનારી દરેક વિદ્યાર્થિનીને મફત ટુ વ્હીલર. હોળી અને દિવાળીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત સિલિન્ડર. ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે એક લાખની મદદ. 3 નવી મહિલા બટાલિયન. મહિલાઓ માટે 3000 પિન્ક પોલીસ બૂથ, ટોયલેટ માટે 1000 કરોડ. તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓની સંખ્યા બે ગણી. એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક લાખ રુપિયાની લોન સાવ ઓછા વ્યાજથી. 60 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે મફત યાત્રા. દરેક જિલ્લામાં યુનિવર્સિટીઓ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *