મહિલાના પેટમાં ઘુસી ગયો 4 ફૂટ લાંબો જીવતો સાપ -હિંમતવાળા જ જોજો LIVE દ્રશ્યો

Published on Trishul News at 3:20 PM, Sun, 17 September 2023

Last modified on September 17th, 2023 at 3:23 PM

Snake came out of a woman stomach: સાપ… જેનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ડરી જાય છે. વિચારો કે જો તમારી સામે સાપ આવી જાય તો શું થશે. ચોક્કસ આ એક ખરાબ સ્વપ્નથી ઓછું નહીં હોય. સાપને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે.(Snake came out of a woman stomach) આમાંથી કેટલાક વીડિયોમાં લોકો સાપને બચાવતા જોવા મળે છે, જ્યારે કેટલાક વીડિયોમાં લોકો સેલ્ફી અને વીડિયો માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. દુનિયાભરમાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક હોય છે, જે માત્ર એક શ્વાસે જ કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે.

હાલમાં જ આવા જ એક સાપનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી પણ હાલત કફોડી થઈ જશે. આ આશ્ચર્યજનક વિડિયોમાં ડૉક્ટરોની ટીમ સર્જરી દ્વારા મહિલાના મોંમાંથી એક ખતરનાક અને લગભગ 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢતી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સાપ મહિલાના મોંમાં ત્યારે ઘુસી ગયો હતો જ્યારે તે ઊંઘી રહી હતી. જોકે, આ વીડિયો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં આ વીડિયો રશિયાના દાગેસ્તાનનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં, તમે જોશો કે, એક મહિલા ઓપરેશન થિયેટરમાં બેભાન પડી છે, તેની આસપાસ ડોક્ટરોની ટીમ છે. ડૉક્ટરો ઓપરેશન દ્વારા મહિલાના મોઢામાંથી સાપને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ દરમિયાન એક મહિલા ડૉક્ટર મહિલાના મોંમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નાખે છે અને 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મહિલાના મોંમાંથી સાપ નીકળતાની સાથે જ ડોક્ટર પર હુમલો કરી દે છે. પરંતુ ડોકટરો બચી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફેસિનેટિંગ ફેક્ટ્સ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જો કે, આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. 11 સેકન્ડના આ વીડિયોમાં ડોક્ટર બેભાન મહિલાના મોઢામાંથી સાપને બહાર કાઢતા જોવા મળે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને 40 હજાર લોકોએ લાઈક કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોક્ટરે મહિલાના મોંમાંથી 4 ફૂટનો સાપ કાઢ્યો. મહિલા સૂતી હતી ત્યારે સાપ અંદર ઘુસ્યો હતો.

તમને જણાવી દઈએ કે, 12 નવેમ્બરે આ વીડિયો માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોઈને યુઝર્સ વિવિધ વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘એટલે જ હું સૂતી વખતે મારી જાતને બ્લેન્કેટથી ઢાંકું છું.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ગાંડપણ છે, મને આશ્ચર્ય થાય છે કે કોઈ વ્યક્તિ આટલી ગાઢ નિંદ્રામાં કેવી રીતે સૂઈ શકે અને કોઈના મોંમાં સાપ ઘૂસી જાય.’

Be the first to comment on "મહિલાના પેટમાં ઘુસી ગયો 4 ફૂટ લાંબો જીવતો સાપ -હિંમતવાળા જ જોજો LIVE દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*