ગુજરાતભરમાં વરસાદની તોફાની બેટિંગ: આગામી 3 દિવસ રહેશે મેઘરાજાની મુશળધાર સવારી- હવામાન વિભાગની મોટી આગાહી

3 days rain forecast in Gujarat: ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું હતું.પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સર્જાય રહી છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બની હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગ(3 days rain forecast in Gujarat) અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નર્મદા, તાપી, દમણમાં આજે અતિભારે વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને દમણમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે પંચમહાલ, વડોદરા, સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ, વલસાડ, દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
વરસાદ આગામી ત્રણ દિવસ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે.

17, 18 અને 19 સપ્ટેમ્બરે વરસાદની આગાહી
17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *