દુનિયામાં બ્રાઝીલ એવો દેશ છે જ્યાં સૌથી વધારે સાપ જોવા મળે છે. પરંતુ શું તમે એવા દેશ વિશે જાણો છો જ્યાં એક પણ સાપ નથી ? જી હાં વિશ્વમાં એવો દેશ પણ છે કે જે સંપૂર્ણપણે સાપ વિહીન છે. આ દેશ છે આયરલેન્ડ, અહીં સાપ જોવા મળતા નથી. જો કે આમ થવાનું કારણ જાણી તમને વધારે આશ્ચર્ય થશે.
આયરલેન્ડ દેશ અનેક વિચિત્ર અને રોચક વાતો માટે પણ પ્રખ્યાત છે. આયરલેન્ડમાં માનવ જાતિ હોવાના પૂરાવા 12800 ઈ.પૂ.થી પણ પહેલાના છે. આ ઉપરાંત આયરલેન્ડન ખાસ વાત એ છે કે અહીં એક બાર સન 900માં ખુલ્લું હતું જે આજે પણ ચાલે છે. તેનું નામ સીન્સ બાદ છે.
દુનિયાનું સૌથી મોટું જહાજ ટાઈટેનિક જે 14 એપ્રિલ 1912ના રોજ સમુદ્રમાં ડુબી ગયું હતું તેને ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટ શહેરમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આયરલેન્ડ વિશે કહેવાય છે કે અહીં ધ્રુવીય રીંછ આજે પણ જીવિત છે. આયરલેન્ડમાં 50 હજાર વર્ષ પહેલા જીવિત એક ભૂરી માતા રીંછના બચ્ચા છે. પરંતુ વાત જો સાપની હોય તો અહીં સાપ ન હોવાનું કારણ પણ જાણી લઈએ.
તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. કહેવાય છે કે આયરલેન્ડમાં ઈસાઈ ધર્મની સુરક્ષા માટે સેંટ પેટ્રિક નામના એક સંતએ એક સાથે દેશભરના સાપોને એક સાથે ઘેરી લીધા અને આ આયલેન્ડથી તેનો નિકાસ કરવા માટે તેને સમુદ્રમાં ફેંકી દીધા. તેમણે 40 દિવસ સુધી ભુખ્યા રહી આ કામ કર્યું હતું.
જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અહીં ક્યારેય સાપ હતા જ નહીં. જીવાશ્મ અભિલેખ વિભાગમાં પણ આવો કોઈ રેકોર્ડ મળતો નથી કે જેમાં આયરલેન્ડમાં સાપ હોવાનો ઉલ્લેખ હોય. અહીં સાપ ન હોવા પાછળ એવું પણ કહેવાય છે કે વધારે પડતા ઠંડા વાતાવરણના કારણે તે વિલુપ્ત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.