ગુજરાતના લાખોના પગાર મેળવનાર “ગરીબ” ધારાસભ્યો મેડિકલ બિલના 881 રૂપિયા પણ નથી છોડતા: વાંચો રીપોર્ટ

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં માહિતી અધિનિયમ-2005 હેઠળ એક RTI કરવામાં આવી હતી. જેમાં 13મી વિધાનસભાના સમયકાળ વર્ષ 2012-2017 દરમિયાન ધારાસભ્યોને મુસાફરી માટે આપવામાં આવતા પેટ્રોલ-ડીઝલ એલાઉન્સ,…

ગુજરાત વિધાનસભા સચિવાલયમાં માહિતી અધિનિયમ-2005 હેઠળ એક RTI કરવામાં આવી હતી. જેમાં 13મી વિધાનસભાના સમયકાળ વર્ષ 2012-2017 દરમિયાન ધારાસભ્યોને મુસાફરી માટે આપવામાં આવતા પેટ્રોલ-ડીઝલ એલાઉન્સ, ધારાસભ્યોના મેડિકલ બિલ અને ધારાસભ્યોને હવાઈ મુસાફરી માટે એલાઉન્સ ચૂકવવામાં આવ્યા હોય તેની માહિતી માંગવામાં આવી હતી. જેમાં મેડિકલ બિલમાં (Medical Bill) ચોંકાવનારી વિગતો સામે આવી છે.

રાજ્યના ધારાસભ્યો (Gujarat MLA) સરકારી હોસ્પિટલોમાં સારવાર પર ભરોસો ન રાખતા ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી સરકારી ખજાનામાં રહેલા પ્રજાના પૈસામાંથી એ પૈસા લીધા હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2012-ની 13મી વિધાનસભામાં પેટલાદથી (Petlad MLA) 7મી વખત ધારાસભ્ય બનેલા નિરંજન પટેલે (Niranjan Patel) 9 વખત મેડિકલ બિલ મૂક્યા છે. જેમાં પોતાનું, પત્નીનું, દીકરાનું અને ભાઈનું રૂપિયા 10,58,054નું મેડિકલ બિલ સરકાર પાસેથી મંજૂર કરાવ્યુ છે. આ બિલમાં ધારાસભ્યએ પોતાના સહિત પરિવારની સારવારનો ખર્ચ પણ સરકાર પાસે વસૂલ કર્યો છે.

પરિવારના નામે મૂકેલા મેડિકલ બિલની વિગતો

પ્રથમ બિલ 03-06-2014ના રોજ 881 રૂપિયાનું દીકરાનું મેડિકલ બિલ, બીજું બિલ પોતના નામે એજ સમયે 31,022 રૂપિયાનું, ત્રીજુ બિલ 10-09-2014ના રોજ પોતાના ભાઈનું 3,33,962 રૂપિયાનું અને એજ તારીખે ચોથું બિલ પત્નીનું 23,261 રૂપિયાનું, પાંચમું બિલ 24-04-2015ના રોજ પત્નીનું મેડિકલ બિલ 48,5335 રૂપિયા, છઠ્ઠુ બિલ 28-04-2015ના રોજ પોતાનું મેડિકલ બિલ 5,72,891 રૂપિયાનું, સાતમું બિલ તારીખ 25-04-2012નું 19,202 રૂપિયાનું પત્નીનું મેડિકલ બિલ, આઠમું મેડિકલ બિલ તારીખ 13-12-2016ના રોજ 20,953 રૂપિયાનું અને નવમું મેડિકલ બિલ તારીખ 22-08-2017ના રોજ 7,347 રૂપિયાનું મૂક્યું હતું.

વિધાનસભા સચિવાલય તરફથી માહિતી અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવેલી માહિતીમાં 800 જેટલા પેજમાં ધારાસભ્યો દ્વારા સરકાર પાસેથી વસૂલ કરવામાં આવેલા બિલની વિગતો આપવામાં આવી છે. જેમાં રાજયના કરોડપતિ ધારાસભ્યો પણ પ્રજાના પૈસે સારવાર કરવાનું ચૂક્યા નથી અને હાલ સરકારમાં બેઠેલા કેટલાક મંત્રીઓએ પણ સરકાર પાસેથી મેડિકલ બિલના નાણાં 13મી વિધાનસભા દરમિયાન મંજૂર કરાવ્યા હતા. જેની વિગતો RTIમાં મળેલ દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે.

ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યએ પણ 13મી વિધાનસભા દરમિયાન 3 મેડિકલ બિલ મંજૂર કરાવ્યા હતા. ડૉ. નીમાબેન આચાર્ય ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિવડેવિટ કરેલી કુલ સંપતિ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા એફિવડેવિટમાં રૂપિયા 34 કરોડ જેટલી દર્શાવી છે. ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય જાતે MBBS,MD ડૉક્ટરની પદવી ધરાવે છે અને તેમના પતિ ડૉ. ભાવેશભાઈ આચાર્ય પણ ડૉક્ટરની પદવી ધરાવે છે. ધારાસભ્ય ડૉ. નીમાબેન 34 કરોડની સંપતિ ધરાવે છે અને જાતે ડૉક્ટર છે અને તેમણે પણ સરકારમાંથી મેડિકલ મંજૂર કરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *