સુરત(Surat): ખોડલધામના પંચમ પાટોત્સવ માટે સચિન GIDCના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા આવેલા ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે(Naresh Patel) મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે, ‘અત્યારે હું રાજકારણ કે પાવરની વાત કરવા નથી ઈચ્છતો. આ અંગેની વાતચીત 21મી જાન્યુઆરી પછી કરીશ.’ નરેશ પટેલે ઉદ્યોગકારોને કહ્યું હતું કે, ’21મી જાન્યુઆરીએ જો તમારા ધંધા-રોજગાર એક દિવસ માટે બંધ રાખીને ખોડલધામ આવવું પડે તો પણ તમે માતાજીના પોંખણા કરવા માટે આવજો.’
ગઈ કાલે સુરતના સરથાણા(Sarthana) ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરો ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતા પાટોઉત્સવના ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો. માતાજીની આરતીમાં અનેક લોકો હાજર રહ્યા હતા. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, સુરત ખોડલધામના કન્વીનર ધાર્મિક માલવિયા(Dharmik malviya), પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya), પાટીદાર નેતા દિનેશ બાંભણિયા(Dinesh Bambhania) પણ જોડાયા હતા. લોકોએ મોબાઈલની ફેસલાઈટ શરુ કરીને માતાજીની આરતી કરી.
જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે કડવા અને લેઉવા પાટીદાર સમાજને સાથે લાવવાની વાત ચાલે છે? ત્યારે તેના જવાબમાં નરેશ પટેલે જણાવ્યું કે, આ એક નવો વિચાર છે, એક વર્ષ પહેલાં જ હું ઊંઝા ગયો હતો. જ્યાં શક્ય હોય ત્યાં બંને સમાજ મળીને કેમ આગળ વધે તે પ્રકારની તમામ કોશિશ શરુ જ છે.
અન્ય વાતચીતમાં મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે, લેઉવા પટેલ સમાજને વસ્તીના પ્રમાણમાં સત્તા કે પછી રાજકાજ મળવા જોઈએ તે મળ્યા છે ખરા? તેના પ્રત્યુત્તરમાં જવાબ અપાતા કહ્યું કે, 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ પાટોત્સવ મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જો વાત ટ્વીસ્ટ થાય તો પાટીદાર સમાજની અંદર ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થવાની સંભાવનાઓ છે. એટલે હું જે પણ રાજકીય વાતો કરીશ એ 21 જાન્યુઆરી પછી કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.