અકસ્માતનો LIVE વિડીયો: પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લેતા પુત્રીનું કમકમાટી ભર્યું મોત 

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે.  મળતી માહિતી અનુસાર, વાલોડ(Valod) તાલુકાના ધામોદલા(Dhamodala) ગામે નિશાળ…

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે.  મળતી માહિતી અનુસાર, વાલોડ(Valod) તાલુકાના ધામોદલા(Dhamodala) ગામે નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરપાડા (Umarpada)માં પ્રોફેસર(Professor) તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યાં હતાં.

આ દરમિયાન સુરતના વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને અડફેટમાં લેતાં સ્નેહલતાબેન ચૌધરી ટ્રકની નીચે 25 ફૂટ જેટલુ ઢસડાતા તેમનું મોત નીપજ્યું હતું. ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ તરફ ટર્ન લેતી વખતે ટ્રકે અડેફેટે લીધાં:
મળતી માહિતી અનુસાર, 13મી જૂનના રોજ વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતા ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી(58) પોતાનું મોપેડ લઈને દીકરી સ્નેહલતાબેન ચૌધરી(28) સાથે મઢી કામ અર્થે જઇ રહ્યા હતા. આ દરમિયાન વાંસકૂઈ ગામની સીમમાં ઇન્ડિયન પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ટર્ન લઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને અડફેટે લેતા સ્નેહલતાબેન ચૌધરી ટ્રકની નીચે 25 ફૂટ જેટલુ ઢસડાયા હતા.

ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો:
આ અકસ્માત ખુબ જ ભયંકર હતો. જેને કારણે પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ પહોચી હતી. તેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતા ગુરજીભાઈને સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગામમાં ગમગીની છવાઈ:
મળતી માહિતી અનુસાર, મૃતક સ્નેહલતાબેન ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને પીએચડી કરી રહ્યાં હતાં. ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *