આવી સુવર્ણ તક ફરી નહિ મળે! ફક્ત 1 રૂપિયામાં મળી રહ્યું છે સોનું…

દેશમાં ધનતેરસ (Dhanteras) તથા દિવાળી (Diwali) પર સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો રોકાણ કરીને લાભ મેળવવાના હેતુથી ગોલ્ડમાં પૈસા લગાવતા હોય છે. દેશની ખુબ મોટી આબાદી એ લોકોની છે કે, જેઓ તહેવારો (Festivals) માં ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરતા હોય છે. જો કે, આમાં અસમંજને લઇ સ્થિતિ બનતી રહેતી હોય છે.

કેટલાક જવેલર્સ 22 કેરેટ ગોલ્ડમાં સોનાના આભૂષણો તૈયાર કરતા હોય છે તો વળી કેટલાક લોકો 22 અથવા તો 18 કેરેટમાં ઘટાડો કરતા હોય છે. આની ઉપરાંત એમાં એકસાથે રકમ ખર્ચ કરવી પડે છે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે, તમે કેવી રીતે ફક્ત એક જ રૂપિયામાં 24 કેરેટ શુદ્ધતાવાળું ગોલ્ડ ખરીદી ફાયદો મેળવી શકો છો.

તહેવારોમાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તમે ઓછામાં ઓછું 1 રૂપિયાથી પણ સોનામાં રોકાણ કરી શકો. છો. ફક્ત આટલુ જ નહીં પણ આના આધારે તમે 24 કેરેટ શુદ્ધતાવાળું સોનું પણ મેળવી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ પર વિક્રેતા કંપની તમે ખરીદેલ સોનાને લોકરમાં રાખતા હોય છે.

તમને તેમાં રોકાણના બદલે એક ખરીદીની રસીદ પણ આપવામાં આવે છે. તમારા રોકાણ કરવા પર લોકરમાં સોનું સમયની સાથોસાથ વધતું જાય છે. ફક્ત આટલું જ નહીં, તમે જરૂરિયાત પડવા પર તેને ઓનલાઇન પણ વેચી શકો છો. તમારે અહીં કિંમતોમાં ઉતાર-ચઢાવની ચિંતા પણ કરવાની જરૂર પડતી નથી. સુરક્ષાના ઉદ્દેશથી જોઇએ તો તમારું સોનું ચોરી થવાનો પણ ભય નહીં રહે.

આજકાલ દરેક વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યો છે, તેથી તમે Paytm, Google Pay અને PhonePe જેવા મોબાઇલ વૉલેટ દ્વારા સોનું ખરીદી શકો છો. તમને 1 રૂપિયામાં પણ 1 રૂપિયામાં 999.9 શુદ્ધ પ્રમાણિત સોનું મળશે.

Google Pay પ્લેટફોર્મ પર ખરીદી કરવા માટે, તમારે લોગિન પછી નીચે સ્ક્રોલ કરવું પડશે અને ગોલ્ડ આઇકન પર ક્લિક કરવું પડશે. આ પછી મેનેજ યોર મનીમાં બાય ગોલ્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીં તમે એક રૂપિયામાં પણ ડિજિટલ સોનું ખરીદી શકો છો. તેના પર 3% GST પણ ચૂકવવો પડશે. જો તમે આ પ્લેટફોર્મ પર 5 રૂપિયાનું ડિજિટલ સોનું ખરીદો છો, તો તમને 0.9 મિલિગ્રામ મળશે. ખરીદી ઉપરાંત સોનાને વેચાણ, ડિલિવરી અને ભેટનો વિકલ્પ પણ મળશે. જ્યારે તમારે સોનું વેચવું હોય ત્યારે તમારે સેલ બટન પર ક્લિક કરવું પડશે. ભેટ માટે ભેટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

Paytm પર કરો સોનાની ખરીદી:
તમે તમારા Paytm ના વિકલ્પ પર જાઓ અને PaytmGold ના વિકલ્પ પર ક્લિક કરો. PhonePe થી સોનું ખરીદવા માટે તમારે Mymoney પર ક્લિક કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *