સમગ્ર રાજ્યભરમાં માસ્ક વગર ફરતા હજારો લોકોને ફટકાર્યો લાખોનો દંડ- રકમ જાણી ચોંકી જશો

કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક પહેરવું હવે જરૂરી થયું છે તો બીજી તરફ હવે અનલોક શરૂ થતાં લોકો બહાર આવવા લાગ્યાં છે. પરંતુ કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના બહાર આવે છે. ત્યારે લોકોની સલામતી માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાનો શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં છુટછાટ આપ્યા બાદ રાજ્યભરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિને 200 રૂપિયાનો દંડ કરવાની જોગવાઇ કરી હતી પછી અમદાવાદ મ્યુનિ.એ છેલ્લાં એક મહિનાથી વધુ સમયમાં 70486 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરી 60.29 લાખ રૂપિયા વસૂલ્યા છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલાં રાજ્ય સરકારે પોલીસને પણ માસ્ક પેનલ્ટી વસૂલવાની સત્તા આપી હતી. પોલીસે પણ ૨૨૭૪ વ્યક્તિઓને માસ્ક ન પહેરવા બદલ 5.54 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

જેમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા નવ હજારથી વધુ લોકોને દંડીને 16લાખથી વધુ કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે. જોકે જ્યારે પોલીસ લોકો પાસે દંડ વસૂલે છે ત્યારે તે લોકો એવા એવા બહાના કરે છે જે સાંભળીને પોલીસની સાથે લોકોનેય હસવું આવી જાય. 17 જૂનથી શહેરમાં 14 અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માસ્ક અંગે દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો પાસેથી 16,52,800રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે. હજુ પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે.

શહેરમાં જીવલેણ કોરોનાની મહામારીનાં સંદર્ભમાં માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની બાબત ફરજિયાત છે. માસ્ક નહીં પહેરનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ ખાતાની 151 ટીમોએ જુદા જુદા વિસ્તારોમાં ફરીને 70486 લોકોને માસ્ક પહેર્યા વગરના ઝડપી લઇને 60,29,300 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ટીમોએ જાહેર સ્થળોએ, દુકાનોમાં, મોલમાં, પાન-મસાલાના ગલ્લાં પર ફરીને માસ્ક પહેર્યા વગરના લોકોને ઝડપી લઈ દંડ કર્યો છે. અગાઉ આ દંડની રકમ 1000 થી 5000 રૂપિયા સુધીની હતી. કેટલાંક લોકો, દુકાનદારો, વાહનચાલકો માસ્ક ગળામાં લટકતુ રાખે છે. કેટલાંક કામ કરતી વખતે કાઢીને બાજુમાં મુકી દે છે. હવે આ કામગીરીમાં પોલીસ તંત્રને પણ સામેલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ચાર રસ્તા પર લગાયેલા સીસીટીવી કેમેરામાં માસ્ક વગર ઝડપાયેલાં 820 જેટલાં વાહનચાલકોને પણ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવેલ છે. માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકનાર સામે શહેર પોલીસ કડકાઈથી કાર્યવાહી ચાલુ કરી છે. શુક્રવારે પોલીસે 1986 લોકો પાસેથી 3 લાખ 92 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં શહેર પોલીસ દ્વારા 18230 લોકો પાસેથી કુલ 36 લાખ 46 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને જાતે જ ચાર રસ્તા ઉપર ઊભા રહીને સ્ટાફ દ્વારા જતા આવતા વાહનોનું રાત્રે ચેકિંગ કરીને કેસો કરવામાં આવી રહ્યા છે. જો કે, રાત્રે પોલીસને ટાર્ગેટ પૂરો થાય એટલે સાઇડમાં બેસીને આરામ ફરમાવતા હોય છે. તો કેટલાક વિસ્તારમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્ટાફ તોડછાઈ ભર્યું વતન કરી રહ્યા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *