સંવેદનશીલ CM કેમ બ્રીટીશર જેવું વર્તન કરી રહ્યા છે? પત્રકારને ગાંધીજી જેમ રાજદ્રોહ હેઠળ જેલ મોકલ્યો

ગુજરાતી સમાચાર પોર્ટલના એક સંપાદકને ગુજરાતમાં વધી રહેલા કોરોનાવાયરસ મામલે આલોચના કરવી ભારે પડી છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાવાયરસ સામે લડવામાં નિષ્ફળ હોવાથી કેન્દ્રીય…

ગુજરાતી સમાચાર પોર્ટલના એક સંપાદકને ગુજરાતમાં વધી રહેલા કોરોનાવાયરસ મામલે આલોચના કરવી ભારે પડી છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાવાયરસ સામે લડવામાં નિષ્ફળ હોવાથી કેન્દ્રીય નેતાગીરી તેમને સ્થાને મનસુખ માંડવિયા ને રાજ્યની કમાન સોંપી શકાય છે. તેવા સમાચાર છાપવા બદલ રાજદ્રોહના ગુનાસર હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે face of nation ના માલિક અને સંપાદક ધવલ પટેલ અને કથિત રીતે 7 મેના રોજ એક સમાચાર લખ્યા હતા. જેનું શિર્ષક હતું કે મનસુખ માંડવિયા ને હાય કમળનું તેડું આવ્યું છે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન ની સંભાવના. ઉલ્લેખનીય છે કે, માંડવીયા કેન્દ્રીય મંત્રી છે અને ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. ગુજરાતમાં COVID 19 ના કેસ વધી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નિષ્ફળતા અને કારણે નવી દિલ્હી ધ્યાને લેતા માંડવીયા ને દિલ્હી બોલાવ્યા છે જેને કારણે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન ની અટકળો ચાલી રહી હતી.

ધવલ પટેલ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તેમને વિરુદ્ધ 124a એટલે કે રાજદ્રોહ અને એપેડેમીક એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બ્રિટીશ રાજ દરમિયાન મહાત્મા ગાંધીજી પણ અંગ્રેજ સરકાર વિરુદ્ધ લખી રહ્યા હતા, ત્યારે તેમની વિરુદ્ધ પણ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટ કહી શકાય કે, ગુજરાતમાં પણ પત્રકારો જો સરકાર સામે કોઈપણ લખશે તો તેને રાજદ્રોહી ઘોષિત કરીને જેલના હવાલે કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન ની વાત કહી હતી અને વિજય રૂપાણી ને હટાવીને આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ આપી દેવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *