ગુજરાતમાં કોરોના બૉમ્બ ફૂટ્યો- એકલા સુરતમાં જ આવ્યા એટલા બધા કેસ કે…

હાલ ગુજરાતમાં કોરોનાએ વિગ પકડ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. એકતરફ કોરોના વેક્સીન અપાઈ રહી છે અને બીજીબાજુ કોરોના વાયુવેગે ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં ચુંટણી પછી કોરોના બેફામ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1122 નવા કેસ આવ્યા છે. આજે બીજીતરફ આજના દિવસે 775 દર્દીઓ સાજા થયા છે. અને કોરોનાથી સુરત અને અમદાવાદમાં એક એક મોત થયા છે.

ગુજરાતના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 264, સુરતમાં 315, વડોદરામાં 97, રાજકોટમાં 88, ભાવનગરમાં 15, જામનગરમાં 18, સુરેન્દ્રનગરમાં 2 કેસો સામે આવ્યા છે. અને હાલ રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા વધીને 5310એ પહોચી છે.

રાજ્યમાં 82 દિવસ પછી કોરોના કેસનો આંકડો 1100ને પાર પહોચ્યો છે. અને સૌથી વધુ અમદાવાદ નહિ પરંતુ સુરત શહેર માંથી સામે આવ્યા છે. સુરતમાં 315 કેસ આવ્યા છે અને બીજા નંબરે અમદાવાદમાં 264 કેસો સામે આવ્યા છે.

કોરોના વધતા વડોદરાના એક ગામમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દીધું છે. એક જ સપ્તાહમાં 47 કેસ આવતા લોકોએ લોકડાઉન જાહેર કરી દીધું હતું અને કોરોનાને હરાવવા માટેની જંગ શરુ કરી દીધી હતી. સમગ્ર રાજ્યભરમાં કોરોના સંક્રમણે ફરી ફૂંફાડો માર્યો છે. કોરોનાનો કહેર વધતાં લોકોમાં ફરી ડરનો માહોલ પેદા થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *