આજે સુરતમાં નોંધાયા એટલા બધા પોઝીટીવ કેસ કે આંકડો જાણીને કોરોનાનો ડર ડબલ થઈ જશે

સમગ્ર રાજ્યમાં જયારે કોરોના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 1,961 જેટલા નવા કેસ નોંધાઈ ચૂકયા છે. છેલ્લા 2 દિવસથી આંકડો 1,700 ને પાર કરી ચુક્યો છે. જેમાં 24 માર્ચે એટલે કે, ગઈકાલે 1,790 કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9,000ને પાર થઈ ચુક્યો છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 1,405 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 તેમજ અમદાવાદ શહેરમાં 1 એમ મળીને કુલ 7 દર્દીના મોતની સાથે મૃત્યુનો આંકડો કુલ 4,473 ને પાર કરી ચુક્યો છે. ગઈકાલે નવા વર્ષમાં સૌપ્રથમવાર 8 જેટલા દર્દીના મોત થયા હતા.

આની સાથે જ આપને જણાવી દઈએ કે, કોરોનાના કેસો હવે ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના આંકડાને લીધે ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,720 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજ રોજ નવા 1,405 જેટલા દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. સમગ્ર રાજ્યમાં સાજા થવાનો દર 95.29% રહેલો છે. જેને અત્યાર સુધીમાં કુલ 38,64,161 લોકોનું પ્રથમ ડોઝનું તેમજ  6,21,158 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂરું કરવામાં આવ્યું હતું.

આની સાથે જ 60 વર્ષથી વધુ વયનાં તેમજ 45-60 વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતાં કુલ  1,78,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અહીં નોંધનીય છે કે, ગઈકાલે એટલે કે, 24 માર્ચના રોજ સુરતમાં 582 કેસ, અમદાવાદમાં 506 કેસ, વડોદરામાં 145 કેસ, રાજકોટમાં 130 કેસ નોંધાઈ ચુક્યા છે.

જયારે ભાવનગરમાં 27 કેસ, જામનગરમાં 22 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ નોંધ્યા છે. આમ કુલ 1790 કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત, આજના દિવસે અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર, જામનગર અને રાજકોટ વડોદરામાં એક એક મોત થયા હતા.

એક્ટિવ કેસનો આંકડો 9,000ને પાર :
24 માર્ચનાં રોજ કુલ 1,790 કેસ, 23 માર્ચનાં રોજ કુલ 1730, 22 માર્ચનાં રોજ કુલ 1,640 અને અગાઉ 27 નવેમ્બરનાં રોજ કુલ 1,607 કેસ નોંધાયા હતા. છેલ્લા 33 દિવસથી નવા દર્દીની સંખ્યા વવધારે તેમજ ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા ખુબ ઓછી નોંધાઇ રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, કોરોના પોઝિટિવના કેસ 60 હજારને પાર કરીને 60,222 થયો છે. સાથે મૃત્યુઆંક 1153 થયો છે. ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 56,194 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2875 એક્ટિવ કેસ છે. દર્દીઓની સંખ્યા વધતા હોમ ક્વોરન્ટીન અને હોસ્પિટલમાં પણ સારવાર મેળવનારની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *