યોગી આદિત્યનાથનો આ પ્લાન સફળ થયો તો લોકડાઉનને કારણે UP પરત ગયેલા મજુરો ગુજરાત પરત નહી ફરે

કોરોના સંકટના કારણે બીજા રાજ્યોમાં ફસાયેલા મજુર પોતાના રાજ્યમાં પાછા જઈ રહ્યા છે. મજૂરોની સૌથી મોટી સમસ્યા રોજગાર છે. મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશમાં મજૂરો પાછા ફરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની સરકાર હવે મજૂરો ને પોતાના વિસ્તારમાં રોજગાર આપવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ટીમ 11 સાથે મિટિંગ કરી.સીએમ યોગી આદિત્યનાથે મિટિંગમાં મજૂરો માટે સુરક્ષિત પરત ફરવા ઉપરાંત લેબર રિફોર્મ કાયદા દ્વારા ગામ અને કસ્બાઓમાં રોજગાર આપવાની યોજના બનાવી. જે કદાચ ઉત્તર પ્રદેશના શ્રમિકોને ત્યાં જ રોકી રાખશે.

સાથે જ બહારથી આવેલા ૨૦ લાખ પ્રવાસીઓ મજૂરોના ઝડપથી ડેટા તૈયાર કરવાના આદેશ આપ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને કહ્યું કે બહારના રાજયોમાંથી આવનારા કારીગરો અને શ્રમિકો માટે 20 લાખ રોજગારીની વ્યવસ્થા કરવાના ઉદ્દેશથી એક રોડમેપ તૈયાર કરવામાં આવે.

તેમજ ઉત્તર પ્રદેશના પર મુખ્ય સચિવ અવિનાશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે કેબિનેટમાં શ્રમ કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં આદેશ પણ જાહેર કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે બહારથી આવી રહેલા લગભગ ૨૦ લાખ લોકો અને કારીગરોને અલગ અલગ નાણાકીય ક્ષેત્રોમાં રોજગાર આપવાની વ્યવસ્થા નક્કી કરે. તેમણે કહ્યું કે એ સેક્ટર સાથે વાતચીત ચાલુ કરે જ્યાં તરત રોજગારના ચાન્સ છે.

અવિનાશ કુમારે જણાવ્યું કે ઔદ્યોગિક એકમોમાં વેતન આપવાની કાર્યવાહી કરતાં 56677 એકમોમાં 641 કરોડ રૂપિયા નું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 310023 કામદારોને 312 કરોડની ધન રાશિની ચુકવણી કરવામાં આવી છે.

તેમજ સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને કહ્યું છે કે મજૂરો અન્ય રાજ્યોમાંથી પાછા આવી રહ્યા છે. તેમના માટે યોગ્ય સ્વાસ્થ્ય તપાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરે અને સેન્ટરોમાં મેડિકલ ટીમ ને ફરજ ઉપર હાજર રાખે. Quarantine પૂરો થતાની સાથે જ સરકાર તેમને રોજગાર અને નોકરીની વ્યવસ્થા કરી રહી છે.

ક્યાં મળશે રોજગાર?

મજૂરોને મનરેગા, MSME, ONE DISTRICT ONE PRODUCT, વિશ્વકર્મા સન્માન યોજના, મહિલા સ્વયં સહાયતા સમુહ, નર્સરી વગેરે ક્ષેત્રોમાં રોજગાર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *