કેરળની વિવાદાસ્પદ સામાજિક કાર્યકર્તા રેહાના ફાતિમા ફરી એકવાર ચર્ચામાં આવી છે. રેહાના પર આરોપ છે કે તેણે પોતાના જ સગીર બાળકો સાથે અર્ધનગ્ન શરીર પર પેઇન્ટિંગ કરાવી અને તે વીડિયો તેણે સોશિયલ મીડિયા પર મૂક્યો. આ વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો અને ત્યારબાદ પોલીસે રેહાના સામે ફરીયાદ નોધી છે.
આ ગુનો ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અને ચિલ્ડ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. ભાજપના OBC મોરચાના નેતા A.V.અરુણ પ્રકાશને તિરુવાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી, ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો હતો.
ફાતિમાએ આ વીડિયો ‘બોડી એન્ડ પોલિટિક્સ’ નામે પોસ્ટ કર્યો હતો, જે ખુબ જ વાયરલ થઇ ગયો. જ્યારે કેરળના ‘રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે’ 10 દિવસમાં પતનમતિટ્ટા જિલ્લા પોલીસ વડા પાસે આ ગુના બાબતનો રિપોર્ટ માંગ્યો છે.
ફાતિમા આ પહેલા પણ ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે 2018માં સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેના પર હિન્દુ ભક્તોની ભાવનાઓને દુ:ખ પહોંચાડવાનો પણ આરોપ મૂકાયો હતો.
મોટાભાગે વિવાદમાં આવેલી ફાતિમાએ 2014માં કોચીમાં મોરલ પોલિસીંગ વિરુદ્ધ ‘કિસ ઑફ લવ’ આદોલનમાં પણ ભાગ લઇ ચુકી છે. તેના પાર્ટનરે સોશિયલ મીડિયા પર કિસની એક વીડિયો ક્લિપ વાયરલ કરી હતી, જેના પર પણ ભારે હંગામો થયો હતો. જ્યારે હવે પોતાના અર્ધનગ્ન શરીર પર જ ચિત્રકામ કરાવતી રેહાના ફાતિમાનો વીડિયો વાયરલ થયા બાદ તેનાથી ખૂબ નારાજ છે અને તેઓ ફાતિમાની ધરપકડની માંગણી કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, રેહાના ફાતિમાનું નામ અગાઉ પણ ઘણા વિવાદમાં સામે આવ્યું છે. ફાતિમા આગળ જણાવતા કહે છે કે તે મહિલાઓ સાથેના ગેરવર્તનની સામે ખુલ્લેઆમ વિરોધમાં ઉભી છે. રેહાનાએ ‘એક નામ કી’ નામની એક ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મ તેના પતિ મનોજ.કે.શ્રીધર દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં રેહાનાએ ઘણા નગ્ન અને બોલ્ડ સીન્સ પણ આપ્યા છે. શબરીમાલા વિવાદ પછી, રેહાનાએ જણાવતા કહ્યું હતું કે, ‘મારી પૂરી ઇચ્છા હતી કે હું અયપ્પાને જોઉં કારણ કે હું તમામ ધર્મોને માન અને આદર આપું છું.આ ઉપરાંત હું તમામ રિવાજોનું પાલન પણ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news