ગુજરાતમાં ખરેખરનો કળયુગ: મિત્રએ ચણા માંગ્યા તો બીજા મિત્ર એ ચપ્પુના ઘા મારી કરી નાખી હત્યા

ગણદેવી તાલુકામાં આવેલ વેગામમાં ચણા ખાવા જેવી નજીવી બાબતે 2 મિત્ર બબાલ થતા એકે ક્રોધમાં આવીને બીજાને ચપ્પુનાં ઘા મારી ઢીમ ઢાળી દેતા ગામમાં હલચલ…

ગણદેવી તાલુકામાં આવેલ વેગામમાં ચણા ખાવા જેવી નજીવી બાબતે 2 મિત્ર બબાલ થતા એકે ક્રોધમાં આવીને બીજાને ચપ્પુનાં ઘા મારી ઢીમ ઢાળી દેતા ગામમાં હલચલ મચી ગઈ હતી. મૃતક યુવાન અપરીણિત હોવાનું અને મજુરીકામ કરતો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.ગણદેવી તાલુકામાં આવેલ વેગામના મોટા ફળિયામાં ચેતન ખાલપભાઈ હળપતિ પરિવાર સાથે રહી મજુરીકામ કરીને ઘરને ચલાવતો હતો.

ગુરૂવારે સાંજે ગામમાં આવેલા ચોક પાસે ચેતન મિત્રો સાથે બેઠેલો હતો. તેની બાજુમાં જયેશ બાબુ હળપતિ બેસેલો હતો ત્યારે 6.45 વાગ્યાની આજુબાજુમાં ચેતન અને જયેશ વચ્ચે ચણા ખાવા જેવી નજીવી બાબત માટે બોલાચાલી થઈ હતી. જેને લઈને તે બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી ઉપર આવી ગયા હતા.

એ દરમિયાન ઉશ્કેરાયેલો જયેશ હળપતિ ઘરે જઈને છરી લઈ આવ્યો હતો અને ચેતન હળપતિના પેટમાં ઘા મારી દીધા હતા. જેથી ચેતન પટેલને ગંભીર ઈજા પહોંચતા ઈલાજ થાય તે પહેલા જ તેનું મોત નીપ્જ્યાની માહિતી મળી છે. મૃતક ચેતન હળપતિ અપરીણિત હોવાનું સામે આવ્યું છે. આ લખાય છે ત્યારે પોલીસે ફરિયાદની તપાસ હાથ ધરી છે.

જોકે પોલીસે તુરંત જ હત્યા કરનાર જયેશ બાબુ હળપતિની ધરપકડ કરી હતી. આ ઘટનાની વધુ તપાસ PSI K.K.સુરતી કરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસે જયેશ હળપતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ચેતન હળપતિની બોડીને પોસ્ટમોર્ટમ માટે ગણદેવી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી છે. અહીંયા ઉલ્લેખનીય છે કે બંને મિત્ર માછલી પકડવા માટે એક જ વહાણમાં ગયા હતા. હાલ કામ બંધ હોવાથી વેગામ પરત આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *