ભારતમાં પહેલેથી જ ટીક-ટોક અને પબજીનો વિરોધ થતો આવ્યો છે અને છેલ્લા બે વર્ષથી ટીક-ટોક બેન છે. હાલ મળતી માહિતી અનુસાર, ૨૦ વર્ષીય ટીક-ટોકરને ૧૦ વર્ષની જેલની સજા મળી છે. આ ટીક-ટોકર લોકોમાં ઘણી ફેમસ છે. આ ટીક-ટોકર બીજી અન્ય મહિલાઓને પૈસા કેવી રીતે બનાવવા એ અંગે વિડીયો બનાવતી હતી.
આ ટીક-ટોકરનું નામ હનીન છે. હનીનની સાથે સાથે પોલીસે બીજી ચાર મહિલાઓની પણ ધરપકડ કરી હતી. આ મહિલાઓ બીજી અન્ય મહિલાઓને પૈસા કેવી રીતે કમાવવા તેની જાણકારી આપતી હતી. સ્થાનિક પોલીસે જણાવતા કહ્યું હતું કે, આ તમામ મહિલાઓ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી હતી.
આ કેસ મામલે ફેમસ ટીક-ટોકર હનીનને કડકમાં કડક સજા આપવામાં આવી છે. હનીનને દંડની સાથે સાથે ૧૦ વર્ષની જેલની સજા પણ ફટકારી છે. કારણ જણાવતા કહ્યું છે, જયારે તેને કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે તે હાજર નહોતી રહી. હનીનના વકીલે જણાવતા કહ્યું હતું કે, ‘તેણીને ગેરહાજર રહેવાનો અધિકાર છે, તેમ છતાં આવી સજા સાંભળવામાં આવી છે.’
નોંધપાત્ર વાત એ છે કે, હનીનના 900 હજાર ફોલોઅર્સ છે. એપ્રિલ 2020માં પોલીસે તેની પહેલીવાર ધરપકડ કરી હતી. હનીને તે સમયે એક વિડિઓ પોસ્ટ કરી હતી તેના કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ વીડિયોમાં હનીને અન્ય મહિલાઓને કહ્યું હતું કે, તમે આ પ્લેટફોર્મ પર આવીને વિડીયો બનાવી અને લાઇવ થઈને પૈસા કમાઈ શકો છો. સાથે સાથે લોકો સાથે વાત કરીને પણ રૂપિયા કમાઈ શકો છે. ખરેખરમાં આ એક વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી જ પ્રવુતિ છે તેવું પોલીસનું માનવું છે.
આ સાથે સાથે જ હનીનની ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા મવદહ અલ અધમની ‘અશ્લીલ’ તસવીરો શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં હનીન અને માવદહને બે વર્ષની જેલની સજા અને રૂ.14 લાખનો દંડ ફટકાર્યો હતો. હનીનને 10 મહિના જેલમાં ગાળ્યા બાદ છોડી દેવામાં આવી હતી. આ ઘટના બાદ કાયરો યુનિવર્સિટીમાં ભણેલી હનીનને સોસીયલ મીડિયામાં લોકો વચ્ચે માફી માંગી હતી અને તેની બધી પ્રવુત્તિઓ બંધ કરી દેવાની વાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.