Riddhi Suthar Death: મોડલ-ઈન્ફ્લુએન્સર રિદ્ધી સુથાર એ કેનાલમાં ઝંપલાવ્યું

Riddhi Suthar

Riddhi Suthar Death : આણંદમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ રિદ્ધિ સુથાર આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક પસાર થતી કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મહત્ત્વનું છે કે, રિદ્ધિ સુથારે બોરીયાવી નગરપાલિકામાં ચેરમેનના હોદ્દા પર કામ કરતા રુષિન પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દોઢ વર્ષનું બાળક પણ છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Riddhi Suthar

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ રિદ્ધિ સુથારે કર્યો આપઘાત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આણંદની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ રિદ્ધિ સુથારે (Riddhi Suthar) લાંભવેલ નજીક પસાર થતી કેનાલમાં ઝંપલાવીને મોત વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ પછી કણજરી પાસેથી રિદ્ધિ પટેલનો મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે નડિયાદ મોકલ્યો હતો.

Riddhi Suthar

આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા
સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ ધરાવતી રિદ્ધિ સુથારે બોરીયાવી નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે કામ કરતા રુષિન પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને સંતાનમાં એક દોઢ વર્ષનું બાળક છે. રિદ્ધિ સુથારે કરેલા આપઘાત બાદ અનેક સવાલો ઊભા થયા છે. તો પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, રિદ્ધિ સુથારે આપઘાત પહેલાં કોઈ સ્યૂસાઈડ નોટ લખી છે કે, નહીં.

Riddhi Suthar

ઉલ્લેખનીય છે કે, આ યુવતીએ ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલમાં તે દોઢ વર્ષના બાળકની માતા છે. તેમજ આ યુવતીની લાશ કેનાલ પાસેથી મળી આવી હતી.

Riddhi Suthar