સોસિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે રાજ્યના મહેસાણા જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવી રહેલ તેમજ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવીને જાણીતી બનેલ મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવખત વિવાદમાં સંપડાઈ છે.
ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરીને બહુચરાજી મંદિરમાં એકસાથે 3 વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. પહેલા પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ ફરી એકવખત તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક પ્રશ્નો ઉભા થયાં છે.
View this post on Instagram
ફરીવખત વીડિયો બનાવતાં પ્રશ્નો ઉભાં થયાં:
અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં મંદિર પરિસરમાં “યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત” સોંગ પર વીડિયો બનાવ્યો હતો. અલ્પિતા ચૌધરી પહેલા પણ આવા વીડિયો બનાવવા બાબતે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે.
જયારે હાલમાં ફરી એકવખત વરદીમાં જ આવો બીજો એક વીડિયો બનાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે કે, શા માટે પોલીસની વરદીમાં તેઓએ આ વીડિયો બનાવ્યા તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે? શું ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈને વરદીમાં વીડીયો બનાવ્યા છે?
પોલીસ મથકમાં ટિકટોક વીડિયો બનાવવા બદલ સસ્પેન્ડ થયા હતા:
મહેસાણા જિલ્લામાં ફરજ બજાવી રહેલ અલ્પિતા ચૌધરીએ આજથી 2 વર્ષ અગાઉ પણ પોલીસ મથકમાં ટિકટોક વિડીયો બનાવ્યો હતો. જેને લીધે dysp મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારપછી અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું તેમજ હિટ થઈ ગયા હતા. ત્યારપછી ફરી એકવખત તેઓ ફરજ પર હાજર રહ્યા અને મહામારી સામે લડવા તૈયાર થયા છે.
ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર ફોલોઅર્સ વધ્યા:
અલ્પિતા ચૌધરી પોલીસમાંથી સસ્પેન્ડ થયા પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ તથા ટિકટોક પર તેમના ફોલોઅર્સ વધ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર અલ્પિતા ચૌધરી ફેન કલબના નામનું એક એકાઉન્ટ પણ બની ગયું છે. હવે ગીત પણ રિલીઝ થયા પછી એ સમયે ટિકટોકની ખૂબીને લીધે તેઓ વધારે જાણીતી બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.