Surat News: સુરત શહેરના ભટાર વિસ્તારમાં આઘાતજનક ઘટના બની હતી. અહીંના એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની ગેલેરીમાંથી નીચે પડી જતા સોફ્ટવેર એન્જિનિયર(Surat News) મહિલાનું માથું ફાટી જવાના લીધે કરૂણ મોત નિપજ્યું છે.ત્યારે તે ઘટનામાં પોલીસે તપાસ કરતા તેમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ કંટાળીને આપઘાત કરી લીધું હોવાનું કારણ સામે આવ્યું છે.
મધુલિકા બાલ્કનીમાંથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે રહેતા વિકાસ પેરિવાલની પત્નીનું નીચે પડી જવાના લીધે મોત નિપજ્યું છે. વિકાસ પેરિવાલના ત્રણ વર્ષ પહેલાં મધુલિકા નામની યુવતી સાથે પ્રેમલગ્ન થયા હતા. મધુલિકા વરાછાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી હતી. વિકાસ પણ એન્જનિયર છે. તે પૂણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે.ત્રણ મહિના પહેલાં વિકાસ પૂણેની કંપનીમાં શિફ્ટ થયો હતો. તે નોકરી માટે પૂણેમાં રહેતો હતો. મઘુવિરા સાસરિયાઓ સાથે સુરતમાં રહેતી હતી. દરમિયાન તા. 21 જૂનને શુક્રવારની સાંજે 7.30 કલાકે સાસુ કિચનમાં રસોઈ કરી રહ્યાં હતાં ત્યારે મધુલિકા બાલ્કનીમાંથી નીચે પડી હતી.
પોલીસ તપાસમાં આવ્યું કારણ
મધુલિકા નીચે પડી હોવાની જાણ થતાં સોસાયટીના રહીશો દોડી ગયા હતા અને 108માં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મધુલિકાનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ મધુલિકાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખટોદરા પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું છે કે, મધુલિકાએ સાસરિયાના ત્રાસના કારણે આપઘાત કર્યો છે.
પતિ માર મારતો હોવાનો આક્ષેપ
આ અંગે પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી મોટી દીકરી મધુલીકાના લગ્ન વખતે અમારી રીતી-રીવાજ મુજબ આશરે 40 તોલા સોનું-ચાંદી અને ફર્નિચ૨ બનાવવા માટે જમાય વિકાસના પરિવારને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.જે બાદ લગ્નના આઠેક મહિના પછી વિકાસે મધુલિકાને એક લાખ રૂપિયામાં તો ખાલી બાથરૂમ જ બની શકે, તેવા મેણા-ટોણા મારવાનું ચાલું કરી દીધું હતું. મારી દીકરી લગ્નના એકાદ વર્ષ બાદ વરાછામાં સોફ્ટવેર ઇન્જિનિયર તરીકે માસિક પગાર 80 હજારથી નોવેટર ટેક્નોલોજી નામની ખાનગી કંપનીમાં નોકરી પર લાગી ગઇ હતી. આ પગાર પણ વિકાસ લઈ લેતો હતો. મારી દીકકરી પોતાના અંગત ઉપયોગમાં એક રૂપિયો પણ વાપરતી તો તેનો પતિ વિકાસ માર મારતો હતો.
યુવતીએ આ મેસેજ કરી પડતું મૂક્યું
હાઇ, વિકાસ. મારાથી હવે સહન થતું નથી. હું સફોકેટ થઈ ગઈ છું. મેં તને દુઃખ આપ્યું એ બદલ મને માફ કરી દે. બસ હવે મારા મોતથી શાંતિ થઈ જશે. હું આ રીતે જીવી શકું નહીં. હું માફી માગું છું. બની શકે તો ખરાબ સમય ભૂલાવી દેજે અને આપણો સારો સમય યાદ રાખજે. જો શક્ય હોય તો મારા પિયરથી આવેલા ઘરેણા મારા માતા-પિતાને પાછા આપી દેજે, ચુચુના લગ્નમાં કામ આવશે. મારી છેલ્લી ઇચ્છા પર વિચાર કરજે. તારું ધ્યાન રાખજે. હું મિસિસ વિકાસ પેરીવાલ તરીકે મૃત્યુ પામી રહી છું, આવજે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App