હવે કોઈ દિવસ આ યુવક કોઈ યુવતી તરફ નહીં જુએ; છેડતીના આરોપમાં લોકોએ કર્યું એવું કે…જુઓ વિડીયો

Viral Video: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ભાનુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં મહિલા સાથે છેડતીના આરોપી એક દલિત યુવકનો ચહેરો કાળો કરી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ઉઘાડા શરીરે ગળામાં ચપ્પલનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવવામાં (Viral Video) આવ્યો. આ ઘટના 19 સપ્ટેમ્બરની છે. લગભગ એક મહિના જેટલો સમય વીત્યા બાદ હવે આનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની લાગતી વળગતી ધારાઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેની સાથે જ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારી અભિષેક આનંદે જણાવ્યું હતું કે આ ઘટના ગયા અઠવાડિયે શરૂ થઈ હતી. વીડિયોમાં એક અર્ધનગ્ન વ્યક્તિને દેખાડવામાં આવી રહ્યો છે. જેનું મોઢું કાળું કરી નાખવામાં આવ્યું છે. તેણે ફક્ત પેન્ટ જ પહેર્યું છે. તેના ગળામાં ચપ્પલનો હાર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ ઘટનાનો વિડીયો
લોકોના એક સમૂહ દ્વારા આખા ગામમાં તેને ફેરવવા માટે મજબૂર કર્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલા દલિત યુવક વિરુદ્ધ 29 સપ્ટેમ્બરના રોજ ગામની એક મહિલા સાથે છેડછાડ કર્યાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પરંતુ આ દરમિયાન ગ્રામીણ હોય તેની સાથે આવું કરી નાખ્યું.

એસપીએ જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે દલિત યુવક વિરોધ ભારતીય ન્યાય સહિતા ની ધારા 74 અને 78 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ભુજ પરત દરમિયાન આરોપીએ મહિલા પર હુમલા વિશે કંઈ જણાવ્યું ન હતું.

મંગળવારે આનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેનો સંપર્ક કર્યો હતો. તેના દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદના આધારે રામેશ્વર ગુર્જર, બાલચંદ ગુર્જર સહિત અન્ય ગામ લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એસ સી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.