Father did the same for the son in Uttar Pradesh: મેરઠના સરથાણા પોલીસ સ્ટેશનમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પિતાએ તેના સાથી સાથે મળીને પોતાના જ 27 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ ઘટનાને અંજામ આપવા માટે તેણે 5 લાખની સોપારી આપી હતી. આરોપ છે કે, પિતાએ પહેલા પોતાના પાર્ટનર સાથે મળીને પુત્રને દારૂ પીવડાવ્યો, પછી તેની હત્યા કરી અને લાશને બાગપતની હિંડોન નદી પાસે ફેંકી દીધી. ઘણી મહેનત બાદ પોલીસે મૃતદેહને કબજે કર્યો અને આરોપી પિતા અને તેના સાથીદારની ધરપકડ કરી. હકીકતમાં આ આખો મામલો મેરઠના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ચુર ગામનો છે. જ્યાં એક પિતાએ પોતાના સાથી સાથે મળીને પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. આરોપી પિતા નિવૃત આર્મી મેન છે અને હાલમાં બેંકમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પિતા સંજીવ બીજા લગ્ન કરવા માંગતા હતા, જ્યારે તેમનો પુત્ર સચિન તેને અટકાવી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. સંજીવ અને તેની પત્ની મુનેશ વચ્ચે છેલ્લા 15 વર્ષથી અણબનાવ હતો. બંને અલગ રહેતા હતા. તેનો 27 વર્ષનો એકમાત્ર પુત્ર સચિન તેની માતા મુનેશ સાથે રહેતો હતો. તે તેના પિતાના બીજા લગ્નની વિરુદ્ધ હતો.
પિતાએ જ કરી પુત્રની હત્યા
મળતી માહિતી મુજબ, 22 ઓગસ્ટ, મંગળવારે સચિન (27) નામનો યુવક હોસ્પિટલમાં તેની માતા મુનેશ દેવીને જોવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે હોસ્પિટલ પહોંચ્યો ન હતો. આ પછી માતાએ સચિન સાથે કંઇક અજુગતું બની જવાના ડરથી પોલીસમાં ફરિયાદ કરી હતી. મામલાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી.પૂછપરછ બાદ પોલીસને સચિનના પિતા સંજીવ (55) પર શંકા ગઈ. પોલીસે કસ્ટડીમાં સંજીવની પૂછપરછ શરૂ કરી. પહેલા તો સંજીવ કંઈ કહેવા તૈયાર નહોતો, પરંતુ પોલીસની કડકાઈ અને પૂછપરછમાં આખરે સંજીવે ખુલાસો કર્યો હતો કે, તેણે તેના એક સાથીદારને 5 લાખની સોપારી આપીને તેના પુત્ર સચીનની હત્યા કરી હતી.
સંજીવે જણાવ્યું કે, 22મીએ જ તેણે તેના ગુનાહિત ભાગીદાર અમિત સાથે મળીને છેતરપિંડી કરીને સચિનને બાપરસીના જંગલમાં બોલાવ્યો હતો. આ પછી ત્રણેયએ સાથે બેસીને દારૂ પીધો હતો અને પછી તે જ બોટલ વડે સચિનને માથા પર માર મારીને ઈજા કરી હતી. સચિન તેને સંભાળે તે પહેલા જ બંનેએ તેના પર ઈંટ અને બોટલ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતાએ જણાવ્યું કે તે તેના પુત્ર સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ બંનેએ લાશનો નિકાલ કરવા હિંડોન નદીમાં ફેંકી દીધી હતી. સંજીવના નિવેદનના આધારે પોલીસે હત્યામાં સામેલ સાથી અમિતની પણ ધરપકડ કરી છે. બંને હત્યારાઓનું પગેરું, પોલીસ રવિવાર સવારથી સચિનના મૃતદેહને શોધી રહી હતી.
સરથાણા પોલીસના ખાનગી ડાઇવર્સ અને પીએસીના ડાઇવર્સે પણ મૃતદેહ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિનનો મૃતદેહ મળી આવ્યા બાદ બાગપત પોલીસે પંચનામા કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપીના કહેવા પર સચિનની બાઇક અને મોબાઇલ પણ કબજે કર્યો છે. બાઇકની નંબર પ્લેટ તોડી અન્ય કોઇ જગ્યાએ સંતાડી દેવામાં આવી હતી. જોકે, આરોપી તેની ચાવી કાઢવાનું ભૂલી ગયો હતો. તે જ સમયે, સચિનનો મોબાઇલ પણ આરોપીઓએ ઘટનાસ્થળથી 10 કિલોમીટર દૂર ગાયના છાણના ઢગલામાં છુપાવી દીધો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube