સુરતમાં માત્ર 8 વર્ષના બાળકનું કરંટ લગતા કરુણ મોત- ચોધાર આંસુએ રડી પડ્યો પરિવાર

8 year old child died of electrocution in Surat: ‘કોણ જાણી શકે કાળ ને રે… કાલે સવારે શું થશે…’ આ પંક્તિ હાલમાં સાર્થક થતા જોવા મળી છે. સુરતમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. 8 વર્ષના બાળકને કંરટ આવતા મોત નીપજ્યું છે. બાળકના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રવિવારની રજા હોવાના કારણે પિતાએ ફરવા જવા માટે ફોન કર્યો હતો. ત્યાર બાદ બાળક તૈયાર થવા માટે કહ્યું હતું. હાથ પગ ધોવા માટે બાળકે ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા જ દુઃખદ ઘટના બનવા પામી હતી.

બાથરુમમાં મુકવામાં આવેલ હીટરને અડી જતા બાળકને જોરદાર કંરટ આવ્યો હતો. બાળકને કરંટ આવતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરા ઉડી ગયા હતા. માસૂમ બાળકનું આ રીતે અચાનક અવસાન થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી અનુસાર, સુરતના સગરામપૂરા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે મોહમ્મદ આસિફ શેખ પરિવાર સાથે રહે છે.

મૃતક મોહમ્મદ આસિફ શેખના પિતા આસિફભાઈ લગ્ન પ્રસંગોમાં ઘોડાગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 8 વર્ષીય દીકરો આકિબ શેખ સગરામપુરામાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો હતો. જયારે માતા ઘરકામ કરીને પરીવાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલના રોજ બાળકને રવિવારની સ્કૂલમાં રજા હોવાથી પિતાને ફોન કરી ફરવા લઈ જવા માટે કહ્યું હતું. જેથી પિતાએ તૈયાર થવા જણાવ્યું હતું, ત્યારબાદ એક બે વાર ફરી પિતા સાથે વાત કરી હતી. જોકે તેના થોડા સમયમાં જ પોતાને ફોન પર દીકરા આકિબને કરંટ લાગ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.

મળતી મહીતી અનુસાર, પિતાને ફરવા જવાનું કહેતા આકિબ તૈયાર થવા લાગ્યો હતો. બાથરૂમમાં હીટરથી પાણી ગરમ થઇ રહ્યું હતું. હીટર મુકેલા ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા આકિબને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસે નિવેદન નોંધી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *