રાજ્યમાં ઉત્તરોતર હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ રાજકોટમાંથી સામે આવી છે. આ બનાવમાં પિતાએ લગ્નમાં જતા દીકરાને સાથે લઈ જવાનું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં બોથડ પદાર્થ મારી દીકરાએ પિતાની હત્યા કરી હતી. હાલમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપી પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા :
રૈયા ગામમાં રહેતા ઇમરાન તાયાણી નામના દીકરાએ માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને પોતાના જ પિતા ફિરોઝભાઈ તાયાણીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારના રોજ પિતા સાથે જામનગર લગ્ન પ્રસંગ માટે જવા અંગે દીકરાએ પિતા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલીમાં પુત્ર ઉશ્કેરાઈ જતા પિતાને માથાના ભાગ પર બોથડ પદાર્થ ઝીંક્યો હોવાથી પિતા ફિરોઝભાઇ તાયાણીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી પોલીસે આગળની તપાસ હાથ ધરી:
સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલ પોલીસની ટીમે જરૂરી નિવેદન આપીને પંચનામાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જયારે બીજી બાજુ સારવાર દરમિયાન ફીરોઝભાઈ તાયાણીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
સમગ્ર મામલે પિતાની હત્યા કરનાર દીકરાની યુનિવર્સીટી પોલીસે અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી બાજુ પરિવારજનો પણ ઇમરાનની વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા હોવાના દ્ર્શ્યો પણ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલ પોસ્ટમોર્ટમ રૂમમાંથી સામે આવ્યા હતા.
દીકરાના હાથે પિતાની હત્યા નીપજ્યાનો કાળો ઇતિહાસ:
આવો જ અન્ય એક બનાવ 5 મહિના પહેલા જેતપુરમાં બન્યો હતો. જેતપુરના મોટાગુંદાળા ગામમાં રહેતા મથુરભાઈ અમીપરાને પુત્ર સાથે બનતું ન હોવાથી તેઓ પોતાનું મકાન પુત્રને આપીને અલગ રહેતા હતા. ત્યારબાદ તેઓ પોતાના ઘરે આવી હવે પોતાને પણ અહીં રહેવું હોય એમ દીકરાને કહેતાં પ્રથમ દીકરા સાથે બોલાચાલી થઈ હતી.
ઝઘડો એટલો ઉગ્ર બની ગયો તો પુત્ર નરાધમ બનીને ઝઘડતો ઝઘડતો ઘરમાંથી દોરી લઈને પિતાને ગળેટૂંપો આપી દીધો હતો. ગળેટૂંપો આપવાને લીધે પિતા પગ પછાડી તડફવા લાગ્યા હતા પણ દીકરાને જરા પણ દયા ન આવતા દોરી જોરથી ખેંચતાં પિતાનું પ્રાણ પંખેંરુ ઊડી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.