આલિશાન વૈભવ છોડી સંયમની રાહે: બિઝનેસમેનના પુત્રએ 40,000,00,00,000ની સંપત્તિ પડતી મૂકી લીધો સંન્યાસ

Anand Krishnan: વેન અજન સિરિપાન્યોએ પોતાનું વૈભવી જીવન છોડીને સાધુ બની ગયા છે. તે અબજોપતિનો પુત્ર છે. તેમના પિતા આનંદ ક્રિષ્નન ટેલિકોમ (Anand Krishnan) દિગ્ગજ છે. તેમની સંપત્તિ લગભગ 40,000 કરોડ રૂપિયા છે. સિરીપાન્યો તેના પિતાના વિશાળ કારોબારી સામ્રાજ્યનો વારસદાર બનવાનો હતો. પરંતુ, તેણે સાદગીભર્યું જીવન પસંદ કર્યું.

મલેશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે સિરિપાન્યો
આનંદ કૃષ્ણનને એકે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ટેલિકોમ, મીડિયા, તેલ અને ગેસ, રિયલ એસ્ટેટ અને સેટેલાઇટ જેવા વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. તેમની કંપનીઓમાં એરસેલ પણ સામેલ હતી. એ જ એરસેલ જે એક સમયે IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની સ્પોન્સર હતી. પોતાની સંપત્તિના કારણે ક્રિષ્નન મલેશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે.

સિરિપાન્યો 18 વર્ષની ઉંમરે સાધુ બન્યા
બૌદ્ધ અને પરોપકારી હોવાના કારણે, આનંદ કૃષ્ણન શિક્ષણ અને માનવતાવાદી કાર્યો માટે દાન કરે છે. તેમના પુત્ર સિરીપાન્યોએ જ્યારે તે માત્ર 18 વર્ષનો હતો ત્યારે સાધુ બનવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. જો કે, તેમના નિર્ણય પાછળના કારણો વિશે વધુ માહિતી જાહેર નથી. કેટલાક અહેવાલો સૂચવે છે કે તેણે એકાંત દરમિયાન ‘આનંદ માટે’ તપસ્વી જીવન અપનાવ્યુ હતું. જો કે, આ કામચલાઉ પ્રયાસ આખરે કાયમી બની ગયો. તેના પિતાનું કરોડોનું સામ્રાજ્ય ચલાવવાને બદલે, સિરીપાન્યોએ સાદગી અને ભીખ માંગવાનું જીવન જીવવાનું નક્કી કર્યું.

વારસામાં મળી સંપત્તિ
સિરીપાન્યોએ તેને વારસામાં મળવાની હતી તે તમામ સંપત્તિનો ત્યાગ કર્યાને બે દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે. તે જંગલમાં સાધુ બનીને રહેવા લાગ્યો. તેઓ થાઈલેન્ડમાં દતાઓ ડેમ મઠના મઠાધિપતિ છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ભિક્ષુ તેની માતાની બાજુમાં થાઈ રાજવી પરિવારના વંશજ છે.

માતા-પિતાએ આપી સહમતિ
વેન અજાન સિરિપાન્યોને સંન્યાસ અપનાવવા માતા-પિતા બંનેએ સહમતિ આપી છે. વેનના જીવનમાં આટલું મોટુ પરિવર્તન થાઈલેન્ડમાં એક આશ્રમની મુલાકાત લીધા બાદ આવ્યું હતું. તે થાઈલેન્ડમાં મોસાળ ગયો હતો, ત્યારે અચાનક એક આશ્રમની મુલાકાત લીધી હતી. અને આ આશ્રમમાં સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. હાલ તે થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિતિ દુતાઓ ડમ મઠના પ્રમુખ (અબ્બોટ) તરીકે જીવન જીવી રહ્યા છે.

પહેલાંથી જ સરળ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન
આનંદ કૃષ્ણન અને તમનો પરિવાર પણ બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જેથી બાળપણથી જ વેન અજાન સિરિપાન્યો ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હતાં. પોતાની બે બહેનો સાથે લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને સમજવા માટે જુદી-જુદી આઠ ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું.