America Deport: અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી ગયેલા ગુજરાતીઓની ડોનાલ્ડ ટ્રમ્પે હકાલપટ્ટી કરતાં ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકા કુલ 205 ભારતીય ઇમિગ્રન્ટ્સને (America Deport) દેશનિકાલ કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. જેમાંથી પહેલું વિમાન 104 ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું છે. આમાં 33 ગુજરાતીઓ પણ પરત આવ્યા છે. આ 33 ગુજરાતીઓમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના 3, અમદાવાદના 2, બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના 1-1 લોકોનો સમાવેશ થાય છે.
33માંથી 15 પુરુષ અને 18 મહિલાઓ છે. 8 સગીરોનો પણ સમાવેશ છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના 33, પંજાબના 30, યુપીના 4, હરિયાણાના 33 અને મહારાષ્ટ્રના 4 લોકોનો સમાવેશ થાય છે. જયારે આ ઘુસણખોરીમાં 2.5 એકર જમીનમાંથી 2 એકર જમીન વેચી 14 દિવસ પહેલા દિકરાને અમેરિકા મોકલ્યો હતો અને આજે તે પરત આવ્યો છે.
એજન્ટ સાથે રૂ.55 લાખમાં ડીલ કરી
આ અંગે યુવકના પિતા સ્વર્ણ સિંહ જણાવે છે કે 12 પાસ કર્યા બાદ પુત્રને કેનેડા જવું હતું પરીક્ષા આપી પણ બેન્ડ ન આવ્યા માટે 4 લાખ ખર્ચી દુબઈ મોકલ્યો જ્યાં ટ્રક ચલાવતો હતો અને મહિને રૂ.50 હજાર કમાતો હતો પણ છોકરાનું સપનું US જવાનું હતું જેથી દુબઈના એક એજન્ટ સાથે રૂ.55 લાખમાં ડીલ કરી અને કુલ 2.5 એકર જમીનમાંથી 2 એકર જમીન વહેંચી 55 લાખ ભરી છોકરાને 14 દિવસ પહેલા જ US મોકલ્યો હતો.
2 એકર જમીન વહેંચીને 55 લાખ ભરી છોકરાને…
આગળ જણાવ્યું હતું કે, 2 એકર જમીન વેચી તેનું એટલું દુઃખ નથી. કારણ કે જો અમારા દીકરા સાથે કંઈક ખોટું થયું હોત તો અમે શું કરતે…અમારી પાસે હવે અડધો એકર જમીન જ રહી છે પણ અમે ખુશ છીએ કે અમારી પાસે અમારો દિકરો સહી સલામત આવી ગયો છે. તેમનો 23 વર્ષીય પુત્ર અક્ષદીપસિંહ અમેરિકાથી પરત મોકલવામાં આવેલ ફલાઇટમાં અમૃતસર પરત આવ્યો છે. જેના પગલે પરિવારમાં પણ હાશકારો જોવા મળ્યો છે.
“આવે તો વેલકમ”
આ સાથે તેમણે પરિવારના અભ્યાસ અંગે જણાવ્યું કે, “મારો છોકરો રોજગારી માટે ત્યાં ગયો હતો.” એ પરત આવ્યો ત્યારે તે અંગે તેમણે ઘણી જ સહજતાથી કહ્યું કે, “આવે તો વેલકમ.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App