સોનિયા- “મોદી સરકારે સંકટના સમયે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારી આટલા લાખ કરોડ રૂપિયાની કમાણી કરી”

દેશ આ સમયે કોરોનાવાયરસના સંકટમાંથી પસાર થઇ રહ્યો છે અને લોકડાઉનને કારણે નોકરી ધંધા ઉપર પણ મોટી અસર પડી છે. આ દરમિયાન છેલ્લા લગભગ દસ દિવસોથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું કે સંકટના સમયે પણ તમારી સરકાર સતત ભાવ વધારી રહી છે અને સેંકડો કરોડ રૂપિયા કમાઇ ચૂકી છે. સોનીયાની માંગ છે કે સરકાર તરત જ વધારવામાં આવેલા ભાવ પાછા ખેંચે.

સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું કે સરકારે લોકડાઉન વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે લગભગ ૨.૫ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. આવા સમયે જ્યારે લોકો સંકટમાં છે ત્યારે આ પ્રકારે ભાવ વધારો તેમના ઉપર વધારે સંકટ લાવી રહ્યો છે. એવામાં સરકારની ફરજ બને છે કે લોકોના આ સંકટને દૂર કરે.

કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું કે મને ખબર નથી પડી રહી કે જ્યારે દેશમાં આટલી બધી નોકરીઓ જ રહી છે અને લોકોના જીવન ઉપર સંકટ આવી રહ્યું છે, ત્યારે સરકાર આ રીતે પૈસા કેમ વધારી રહી છે. આજકાલ ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે અને સરકારે છેલ્લા છ વર્ષમાં સતત ભાવ વધારો કર્યો છે.

સોનિયા ગાંધીએ લખ્યું કે સરકાર તરફથી છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ ઉપર 258 ટકા અને ડીઝલ ઉપર 820 ટકા એક્સાઇઝ ડ્યુટી વધારી છે. જેનાથી લગભગ ૧૮ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ તરત જ આ વધારવામાં આવેલા ભાવને પાછા ખેંચે અને સામાન્ય માણસોને રાહત આપે.

જણાવી દઈએ કે છેલ્લા દસ દિવસથી દરરોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે પણ પેટ્રોલમાં 47 પૈસા અને ડીઝલમાં 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો. આ સાથે જ દિલ્હીમાં હવે પેટ્રોલના ભાવ 76.73 અને ડીઝલ ના ભાવ 74.62 રૂપિયા થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *