મધ્ય પ્રદેશમાં સોનિયા ગાંધીએ આ 3 દિગ્ગજ નેતાઓને ઉતાર્યા મેદાને, હવે જામશે ખરાખરીનો ખેલ – જાણો વિગતે

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ધરાસાયી થાય તેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે.  એક તરફ મધ્યપ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 ધારાસભ્યોએ ગઈકાલે એક સાથે રાજીનામું આપ્યું છે ત્યાં બીજી તરફ હવે સોનિયા ગાંધીએ કમલનાથની ખુરશી બચાવવા કેટલાક નેતાઓને જવાબદારી સોંપી છે. પરંતુ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવાની જેમ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રીય બન્યા છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરય રહ્યા છે. એવામાં કોંગ્રેસની વચવાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સીનિયર નેતાઓને સરકાર બચાવવાની કમાન સોંપી છે.

મધ્યપ્રદેશમાં ખુરશી માટે જંગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ મધ્ય પ્રદેશની સરકાર બચાવવા પૂર્વ કેન્દ્રીય પ્રધાન મુકુલ વાસનિક, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરીયાને પાર્ટીના ધારાસભ્યો સાથે વાતચીત કરવા માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આ નેતાઓ પર એ પણ જવાબદારી છે કે તે મધ્યસ્થતા કરીને કમલનાથ સરકારને બચાવે. જોકે મધ્યપ્રદેશના સીએમનું કહેવું છે કે ચીંતાની કોઈ વાત નથી પાર્ટી વિધાનસભામાં બહુમતી સાબિત કરશે.

ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ

આ ઉપરાંત કોંગ્રેસના સજ્જન સિંહ વર્મા અને ગોવિંદ સિંહને બેંગલુરૂમાં રોકાયેલા રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યો સાથે વાત કરવા માટે મોકલ્યા છે. મંગળવારે સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કે સી વેણુગોપાલ, હરીશ રાવત સહિત અનેક સીનિયર નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય આજે સવારે ભોપાલથી જયપુર રવાના થશે. કોંગ્રેસના મોટા નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના ટેકણલાકડી રાજ્યો

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસે હવે વહેલી તકે યુવાઓને આગળ ધપાવી સતર્ક થઈ જવાની જરૂર છે. એક તો પાર્ટીની સ્થિતિ યોગ્ય નથી. ઉપરથી ઘણા રાજ્યો તો એવા છે જ્યાં કોંગ્રેસ ટેકા દ્રારા ચાલી રહી છે. આ ટેકણલાકડી તો ગમે ત્યારે ખસી જાય. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ત્યાં ટેકણલાકડીઓ છે. ઝારખંડ, મહારાષ્ટ્ર્ સહિતના કેટલાક રાજ્યોમાં પાર્ટી લંગડી સરકાર બની ચાલી રહી છે. ઉપરથી પાર્ટીએ કર્ણાટકનું ઉદાહરણ ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. એક સમયે કર્ણાટકની મીટીંગ ગુરૂગ્રામમાં થઈ હતી. જ્યોતિરાદિત્યની પણ ત્યાં જ થઈ. ગુરૂગ્રામ હવે ભાજપના ઓપરેશન લોટસનું કેન્દ્ર બની ચૂક્યું છે. જ્યાંથી ગમે તેવી મજબૂત સરકારના પાયા હચમચાવવાની ફોર્મ્યુલા તૈયાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *