કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ કોરોનાએ કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ લીધા છે. તો કેટલાક દર્દીઓ અપુરતી સુવિધાઓને કારણે મોતને ભેટી રહ્યા છે. કોરોનાને લીધે કેટલાય લોકોને પોતાના નજીકના લોકોને ગુમાવવા પડ્યા છે જે ખુબ જ દુખદ બાબત કહી શકાય.
ત્યારે આ કોરોનાની બીજી લહેરે ઉત્તર પ્રદેશમાં પણ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશના સંગમ નગરી પ્રયાગરાજમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના ગંગા કિનારે જ માટીમાં મોટા પ્રમાણમાં મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે દફનાવવામાં આવેલ મૃતદેહો પર નાખવામાં આવેલ માટી હતી જતા મૃતદેહો બતાવવા લાગ્યા છે. ત્યારે આ મૃતદેહો પર તંત્ર દ્વારા ફરી માટી નાખીને ઢાકવામાં આવી રહ્યા છે. જેને લીધે કુતરા કે અન્ય કોઈ પ્રાણીઓ આ મૃતદેહને કરડી ન ખાય.
પ્રયાગરાજના મેયરના નેતૃત્વ હેઠળ તંત્ર મૃતદેહોને ઢાંકવાના કામમાં લાગી ગયું છે. તંત્ર લોકોને અપીલ કરતા કહી રહ્યું છે કે, નદી કિનારે મૃતદેહોને ના દફનાવવા માટેની અપીલ કરી રહ્યું છે. જે સમાજના લોકોને મૃતદેહ દફનાવવાની પરંપરા છે તેમને અલગ સ્થળ ફાળવવામાં આવ્યું છે.
સાથે સ્મશાનોમાં લાકડાઓની પૂરતા પ્રમાણના વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેને કારણે લોકો મૃતદેહને દફનાવવાની જગ્યાએ મૃતદેહને અગ્નિદાહ આપે. હિંદુ ધર્મની પરંપરા મુજબ, મોટા ભાગના મૃતદેહોના અંતિમ સંસ્કાર અગ્નીદાહથી જ કરવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે સ્મશાનોમાં લાંબી લાઈનોને કારણે હિંદુ મૃતદેહોને મોટા પ્રમાણમાં દફનાવવાની ફરજ પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.