સુરતમાં વધી રહ્યા છે હત્યાના બનાવ: ફરીએકવાર આ વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી મળી અજાણ્યા યુવકની લાશ

હાલના સમયમાં કોરોના મહામારી દરમિયાન ગુજરાત રાજ્યના સુરત શહેરમાં અવાર નવાર હત્યાના કેસો વધી રહ્યા છે એવા સમયમાં આજ ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે.

સુરત શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ બહાર આવ્યો છે. સુરત શહેરના ઉધના B.R.C. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં-એ-73 થી 80નાં ખુલ્લા પ્લોટમાં આવેલ બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. અજાણ્યા યુવકની ગળું દબાવી હત્યા થઇ હોય એવું બહાર આવ્યું છે. તેથી પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરી છે.

B.R.C લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં-એ-73 થી 80નાં ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીમાંથી લગભગ 30 થી 35 વર્ષીય એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસે આ અજાણી લાશનો કબજો લઇને પોસ્ટ મોટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં પોસ્ટ મોટમમાં આ યુવાનની હત્યા ગળું દબાઈ કરી હોવાનું બહાર આવ્યુ હતું.

પોલીસે આ બાબત અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ ચાલુ કરી છે. આ મૃતક યુવાન કોણ છે, ક્યાં રહે છે તેમજ એની હત્યા કોણે કરી તે અંગે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *