આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી PM મોદી સુરતીલાલાઓને આપશે અનોખી ભેટ- જાણો જલ્દી…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરને લઈ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજે એટલે કે, 18 જાન્યુઆરીએ સવારમાં 9.30 વાગે વીડિયો કોન્ફરન્સ મારફતે…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરને લઈ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજે એટલે કે, 18 જાન્યુઆરીએ સવારમાં 9.30 વાગે વીડિયો કોન્ફરન્સ મારફતે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કરશે. આ અવસરે સુરતમાં આવેલ ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર, આરોગ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ CR પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય હાજર રહેશે.

ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ 12,020 કરોડ રૂપિયા કરોડના ખર્ચે નિર્માણ પામશે. જેમાંથી સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી સુધીનું કુલ 21.61 કિ.મી. વિસ્તારમાં કુલ 20 સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. સરથાણાથી લઈને નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ હશે.

જયારે કાપોદ્રાથી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનાવવામાં આવશે. આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ, રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, VIP રોડ, વુમન ITI, ભીમરાડ, કન્વેન્શન સેન્ટર અને ડ્રીમ સિટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનાવવામાં આવશે.

કાપોદ્રાથી લઈને ગાંધીબાગ સુધીનું કુલ 6.47 કિમીના 6 જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં સૌપ્રથમ ફેઝની ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધીનું કુલ 11.6 કિમી માટે કુલ 779 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જયારે કાપોદ્રાથી લઈને સુરત રેલ્વે સ્ટેશન સુધીનું કુલ 3.55 કિમી સુધી કુલ 1,073 કરોડના ખર્ચે અને રેલ્વે સ્ટેશનથી લઈને ચોકબજાર સુધી 3.46 કિમી સુધીનું કુલ 941 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *