સાયણમાં એક હૃદય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સામાં રહેતી 15 વર્ષની કિશોરી સોનાલી પ્રધાન સાયણમાં મામાના ઘરે આવી હતી. ત્યારે મામીને યુવતી મિત્ર સાથે ફોનમાં ચેટિંગ કરતી હતી તેવી જાણ થઈ હતી. ત્યારે મામીએ તેને કહ્યું હતું કે, તે આ વાત તેના પિતાને કહી દેશે. જે વાતથી કિશોરી ગભરાયને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સાયણમાં રહેતા મામાને ત્યાં 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ આવી હતી. સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતન ઓરિસ્સામાં રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે વાત કરતી હતી.
આની જાણ મામીને થઇ ગઇ હતી. તેથી આ વાત તેના પિતાને કહી દેશે એવું કીધું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
થોડા સમય પહેલા જ સુરતમાં પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરી ગર્ભવતી છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.