હાલમાં એક ગર્વ થાય એવી જાણકારી સામે આવી છે. જાપાનમાં આ વર્ષ દરમિયાન ઓલમ્પિક ગેમ્સનું આયોજન થયું હતું કે, જેમાં આ વર્ષ દરમિયાન દેશના કેટલાક ખેલાડીઓએ ખુબ સારું પ્રદર્શન દેખાડીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે ત્યારે આવનાર દિવસોમાં ઓલમ્પિક જેવા વિશ્વ કક્ષાની સ્પર્ધામાં મેડલ જીત્યા છે.
સમગ્ર દેશનું નામ રોશન કરવાંના લક્ષ્ય સાથે વલસાડની માત્ર 18 વર્ષની યુવતી કીક બોક્ષીગ અને મિકશ માર્શલ આર્ટની તૈયારી કરી રહી છે કે, જેણે ફક્ત 2 વર્ષમાં દેશ-વિશ્વ લેવલની સ્પર્ધામાં 12થી પણ વધારે મેડલ મેળવી ગુજરાત તેમજ વલસાડનું નામ રોશન કર્યું છે.
રાજ્યના છેવાડાનાં વલસાડ જિલ્લામાં આવેલ લીલાપોર ગામમાં રહેતી મધ્યમ વર્ગીય યુવતી છેલ્લા 2 વર્ષથી દેશ- દુનિયામાં ગુજરાત તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી રહી છે. આવતા સમયમાં ઓલમ્પિક કક્ષાએ મેડલ મેળવીને વલસાડ ગુજરાત તથા દેશનું નામ રોશન કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે.
સામાન્ય પરિવારમાંથી આવતી કેશા મોદીએ ફક્ત 2 જ વર્ષમાં કીક બોક્ષીગ તથા મિકશ માર્શ આર્ટ જેવી પુરુષ પ્રાધાન્ય વાળી ખુબ મુશ્કેલ ગેમમાં પ્રેક્ટિસ કરી રહી છે. વલસાડની એક ખાનગી સ્પોર્ટ્સ એકેડેમીમાં છેલ્લા 2 વર્ષથી તાલીમ લઈ રહી છે. તાલીમની સાથે જ સમગ્ર વિશ્વમાં રમાતી કિક બોક્સિંગની સ્પર્ધાઓમાં પોતાના કરતા વધારે કદ તથા વજન ધરાવતી યુવતીઓ સાથે ચેલેન્જિગ ફાઈટ કરીને ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મેળવી છે.
કેશાએ ફક્ત 2 જ વર્ષમાં તેનાથી મોટી ઉંમરની યુવતીઓને તેનાથી વધારે વજન ધરાવતી યુવતીઓને હરાવી કુલ 12 ગોલ્ડ , 2 સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આગામી સમયમાં દેશ-દુનિયાના બીજા દેશમાં યોજવામાં આવતી કિક બોક્સિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે જઈ રહી છે.
આવનાર દિવસોમાં કેશા ગોવામાં આયોજીત થનાર કીક બોક્ષીગ તથા માર્શલ આર્ટની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લઈને ઇન્ટરનેશનલ કોમ્પિટિશ જીતીને ભારત માટે મેડલ લાવવાની તૈયારી કરી રહી છે. નાની ઉંમરમાં પણ કેશાના ગજબના આત્મવિશ્વાસને લીધે તેના ટ્રેનર પણ ઉત્સાહથી કેશાને વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરી રહ્યા છે.
સામાન્ય પરિવારમાંથી આવતી કેશા મોદી દક્ષિણ ગુજરાતની પહેલી યુવતી છે કે, જેણે 2 વર્ષમાં 12 ગોલ્ડ મેડલ જીતીને વલસાડ જિલ્લા તથા પોતાના પરિવારનું નામ રોશન કરી બતાવ્યું છે. કેશાને પોતે શીખવાની સાથે શીખવવાનો પણ શોખ રહેલો છે.
પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે કેશાના માતા-પિ તા બંને નોકરી કરે છે. ફક્ત 18 વર્ષની ઉંમરમાં જ દેશ તથા વિશ્વ કક્ષાની સ્પર્ધામાં 12 ગોલ્ડ મેડલ જીતી દેશ ગુજરાત તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કરનાર કેશા મોદી આવનાર સમયમાં વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.