સાઉથના સુપરસ્ટારની કારનું થયું ખતરનાક એકસીડન્ટ અને પછી…જુઓ વિડીયો

Ajith Kumar Accident: સાઉથ સિનેમાના એક્શન હીરો અજીત કુમાર પોતાની રીયલ લાઇફમાં કાર રેસિંગના શોખીન છે. આજકાલ અજીત દુબઈમાં છે. તે દુબઈમાં થનાર 24 કલાકની રેસમાં (Ajith Kumar Accident) ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ રેસ નું નામ 24H દુબઈ 2025 છે. મંગળવારના રોજ રેસમાં પ્રેક્ટિસ દરમિયાન અજીત કુમારની કાર દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી.

અજીતની કારના ચીથડા ઉડ્યા
અજીતે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું જેના લીધે તે બેરીકેડમાં અથડાઈ હતી અને તેના ચિંથડા ઉડી ગયા હતા. સોશિયલ મીડિયા પર અજીતની કારનો વિડીયો વાયરલ થઈ ગયો છે. આ કારની ટક્કર છતાં ની સાથે જ જોઈ શકાય છે કે તે ગોળ ગોળ ફરવા લાગી હતી અને તેનો આગળનો ભાગ છૂટો પડી ગયો હતો.. ત્યારબાદ ટ્રેક પર હાજર રહેલ સ્ટાફએ અજીતની મદદ કરી હતી. અને તેને ગાડીમાંથી બહાર કાઢ્યો હતો.

અજીત કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે તૈયાર છે. દુર્ઘટના બાદ અજીતની ટીમએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે તેઓ માંડ માંડ બચી ગયા હતા. પ્રેક્ટિસ રન દરમિયાન તેની રેસ કારની ટક્કર બપોરે લગભગ 12:45 વાગે થઈ હતી. ત્યાં હાજર રહેલ સિક્યુરિટી ટીમએ તરત તેની મદદ કરી હતી. અજીત બીજી કારમાં શિફ્ટ થઈ ગયા હતા કારણ કે પોતાની કાર તૂટી ગઈ હતી. તેણે પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. સદનસીબે તેમને કોઈ ઈજા પહોંચી નથી.

સપ્ટેમ્બર 2024માં અજીતે પોતાની રેસિંગ ટીમની જાહેરાત કરી હતી. આ અગાઉ પણ તે BMW એશિયા, બ્રિટિશ ફોર્મ્યુલા 3 અને ફિયા એફ 2 ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. તેમની ટીમ યુરોપમાં ભાગ લેવાની છે. રેસિંગની સાથે સાથે અજીત બાઈક લવર પણ છે. તેમણે 90ના દશકમાં નેશનલ મોટરસાયકલિંગ રેસિંગ ચેમ્પિયનશિપથી પોતાના રેસિંગ કરિયરની શરૂઆત કરી હતી. લગભગ દસ વર્ષના બ્રેક બાદ અજીત કુમાર રેસિંગની દુનિયામાં પાછા ફરી રહ્યા છે.