આ 5 શાકભાજી ઓક્ટોબરમાં વાવવાથી 40 દિવસમાં થશે બમણી કમાણી

Vegetable Farming: ઓક્ટોમ્બર મહિનો શાકભાજીની ખેતી માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ખેડૂતોએ ઓછા સમયમાં વધુ કમાણી કરવા માટે આ મહિનામાં આ પાંચ શાકભાજીની ખેતી (Vegetable Farming) કરીને સારો એવો નફો મેળવી શકે છે.

કોબી અને બ્રોકોલી ફાયદાનો સોદો
ખેડૂતોએ કોબીની ખેતી કરવી જોઈએ. કેમ કે આ મહિનામાં કોબી અને બ્રોકોલી એક સારો વિકલ્પ તરીકે જોવા આવે છે. તેની ખેતી માટે તમારે મહિનાની શરૂઆતમાં નર્સરી તૈયાર કરવી પડશે અને મધ્ય ઓગસ્ટ સુધીમાં રોપાઓ રોપવા પડશે. કોબીજ અને બ્રોકોલીના ટ્રાન્સપ્લાન્ટેશન 70 થી 80 દિવસમાં તૈયાર થઈ જાય છે. બજારમાં આ શાકભાજીની ઘણી માંગ છે,જેના કારણે ખેડૂતો સારી આવક પણ મેળવી શકે છે. આ માટે તમારે તમારા વિસ્તાર મુજબ બ્રોકોલી અને કોબીના બીજની પસંદગી કરવી પડશે.

મૂળાની ખેતીથી થશે નફો
મૂળાની ખેતી આ મહિનામાં ખેડૂતો માટે ખૂબ જ નફાકારક સોદો બની શકે છે. ખેડૂતો આ મહિનામાં મૂળાની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. તમે 35 જાતના મૂળાનું વાવેતર કરીને કમાણી કરી શકો છો.

બીટની ખેતી
બીટની માંગ દિનપ્રતિદિન વધી રહી છે. હોટલોમાં તેની પુષ્કળ માંગ રહેલી છે.શિયાળામાં કે જ્યારે લગ્ન સઝિન હોય છે ત્યારે પણ બીટની માંગ જોવા મળે છે. ઓકટોબર નવેમ્બર મહિનામા અથવા તો એપ્રિલ-મેં મહિનામાં જો બીટ તૈયાર હોય તો આ સમયે માંગ વધારે હોવાથી બીટના સારા ભાવ મેળવી શકાય છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ખેડૂતો માત્રપોતાની ઘરની જરૂરીયાત માટે બીટનું વાવેતર કરતા આવ્યા છે, પરંતુ જો વ્યવસાય ધોરણે બીટની ખેતી કરવામાં આવે તો ખેડૂતો માટે આ ખેતી ઘણી જ લાભદાયી તેમજ નફો કરી આપનાર પૂરવાર થશે. બીટના માટે જે પ્રકારની જમીન અનુકૂળ છે. તે વાતાવરણ તથા જમીન દક્ષિણ ગુજરાતમાં ઉપલબ્ધ છે.

ગાજરની ખેતી
જો તમે ગાજરની ખેતી કરો છો, તો તે લગભગ 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. તમે આને સરળતાથી માર્કેટમાં વેચી શકો છો અને બમ્પર આવક મેળવી શકો છો. એક હેક્ટરમાં 8 થી 10 ટન ગાજર હોય છે. ગાજર બજારમાં 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ મુજબ, તમે માત્ર એક હેક્ટરમાં ગાજરની ખેતીમાં લાખોનો નફો મેળવી શકો છો.