10,જાન્યુઆરી રવિવારના રોજ ન્યૂયોર્ક, લંડન, બોસ્ટન, બર્લિન, સહિત વિશ્વના 60 શહેરોમાં 15મા વાર્ષિક ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ મનાવવામાં આવ્યો હતો. આ દિવસનું આયોજન કરનારા ગ્રુપનું કહેવું છે કે આ દિવસની શરૂઆત પાછળનો હેતુ લોકોને હસાવવાનો હતો. આ દિવસે લોકો પેન્ટ પહેર્યા વિના જ રસ્તાઓ પર ફરવા નીકળી પડે છે.
‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ ની શરૂઆત કેવી રીતે થઇ ?
આ વિચિત્ર દિવસની શરૂઆત 14 વર્ષ અગાઉ 2002 વર્ષમાં ઇવપ્રોવ નામના મશહૂર થિયેટર ગ્રુપે કરી હતી. તે સમયે ફક્ત સાત લોકોએ આ દિવસ ઉજવી શરૂઆત કરી હતી. આ સાત લોકો આખો દિવસ ટ્રેનમાં પેન્ટ પહેર્યા વિના ફરતા રહ્યા પરંતુ થોડીવારમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. ન્યૂયોર્કમાં પ્રથમવાર ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ મનાવવામાં આવ્યો હતો. જે હવે વિશ્વભરમાં પ્રસિદ્વ થઇ ગયો છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદેશ્ય લોકોને હસાવવા અને તેનામાં જિજ્ઞાસા પેદા કરવાનો છે.
નથી શરમાતા કોઇ, મહિલાઓ પણ ભાગ લે છે.
આ રાઇડને નો પેન્ટ્સ સબવે રાઇડ કે નો પેન્ટ્સ ટ્યૂબ રાઇડ પણ કહે છે. લંડનમાં આ સાતમીવાર યોજાઇ રહી છે. આયોજન કરનાર ગ્રુપનો હેતુ કોઇને શરમમાં મુકવાનો નથી. જોકે, લોકો સામેથી આ રાઇડમાં જોડાય છે, પુરુષો ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં આમાં ભાગ લેતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.