એક સાથે 5 ગ્રહોનું અદભૂત આકાશી દ્રશ્ય- વિડીયોમાં ચોખ્ખાને ચટ દેખાયા મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને યુરેનસ ગ્રહ

5 planets alignment 2023 video: હાલમાં જ 24 માર્ચના રોજ રાત્રે આકાશમાં એક દુર્લભ અને અનોખો નજારો જોવા મળ્યો હતો. જેમાં અર્ધચંદ્રમાની નીચે એક બિંદી…

5 planets alignment 2023 video: હાલમાં જ 24 માર્ચના રોજ રાત્રે આકાશમાં એક દુર્લભ અને અનોખો નજારો જોવા મળ્યો હતો. જેમાં અર્ધચંદ્રમાની નીચે એક બિંદી જેવા આકારમાં ચમકી રહેલા ગ્રહ જોવા મળ્યા હતા. હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા(Social media)માં કેટલાક ધર્મ પ્રેમીઓએ ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાના અદભુત દર્શનનો અકલ્પનીય અને અલૌકિક નજારો ગણાવ્યો હતો.

વાત કરવામાં આવે તો અવકાશમાં ખગોળીય ઘટના(Astronomical phenomena ) બની રહી છે. ત્યારે હવે આકાશમાં એક જ સાથે લાઈનમાં પાંચ પાંચ ગ્રહો દેખાયા હતા. તારે આ અલૌકિક દ્રશ્યના દુર્લભ અને અનોખા નજારોનો કોઈએ એક ટેલિસ્કોપની મદદથી લીધેલો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

આ વાયરલ થઈ રહેલા વિડીયોને બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જે વિડીયોમાં એક સાથે પાંચ ગ્રહો જોઈ શકાય છે.

ગઈકાલે એટલે કે 28 માર્ચના રોજ રાત્રે આકાશમાં એક સાથે પાંચ ગ્રહો નો અદભુત નજારો જોવા મળ્યો હતો. જે એક દુર્લભ ખગોળીય ઘટના છે. આ ઘટનાને નરી આંખે જોઈ ન શકીએ એટલા માટે આ અદભુત નજારા ને જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડે છે.

મહત્વનું છે કે આ દુર્લભ અને અનોખા નજારામાં મંગળવારના રોજ રાત્રે 7:30 વાગ્યા પછી આકાશમાં એક સાથે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને યુરેનસ ચંદ્રમા પાસે જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચંદ્ર નીચે જોવા મળેલા આ અદભુત નજારા ને ફરીવાર આકાશમાં જોવા માટે હવે 17 વર્ષની રાહ જોવી પડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, 28 માર્ચના રોજ જોવા મળેલ આ ખગોળીય ઘટના વર્ષ 2040 માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *