હાથમાં મોબાઈલ અને ભોજપુરી ગીતની મહેફિલ વચ્ચે વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા- વાયરલ થયો વિડીયો

song playing and students were giving exams: બિહાર (Bihar) માં 11મા ધોરણની પરીક્ષાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો…

song playing and students were giving exams: બિહાર (Bihar) માં 11મા ધોરણની પરીક્ષાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો નાલંદા (Nalanda) નો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સોમવારે 11માની બાયોલોજીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સરકારી શાળાના બાળકો સ્માર્ટ ક્લાસ ટીવી સ્ક્રીન પર ભોજપુરી ગીતો વગાડીને પરીક્ષા આપી રહ્યા હતા.

આ દરમિયાન વિદ્યાર્થીઓ પણ મોબાઈલ પર ખુલ્લેઆમ કોપી કરતા જોવા મળ્યા હતા. બિહાર સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે સ્માર્ટ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. તેથી અંતર્ગત ક્લાસ રૂમમાં ટીવી લગાવવામાં આવ્યા છે, પરંતુ નાલંદામાં ટીવીનો દુરુપયોગ થઈ રહ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર, સોમવારે ઇસ્લામપુર બ્લોક હેઠળના બૌરીસરાય ગામમાં સ્થિત બૌરીસરાયની ઉચ્ચ માધ્યમિક શાળામાં 11મા ધોરણની બાયોલોજીની પરીક્ષા ચાલી રહી હતી. આ શાળામાં બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા છે. આ સ્માર્ટ ક્લાસના ટીવી સ્ક્રીનનો ઉપયોગ કરીને બાળકો ભોજપુરી ગીતો વગાડતા હતા.

તેમજ કેટલાક બાળકો મોબાઈલ વિડીયો પણ ઉતરતા જોવા મળે છે. જો કે આ દરમિયાન વર્ગમાં કોઈ શિક્ષક દેખાતા નથી. વર્ગનું વાતાવરણ રંગારંગ કાર્યક્રમ જેવું જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકો એકબીજાની બાજુમાં બેસીને પરીક્ષાની મજાક ઉડાવી રહ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ પણ દેખાઈ રહ્યા હતા, જેના દ્વારા તેઓ વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.

આ પછી હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો બિહારમાં શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ વિભાગ પર સીધા સવાલો ઉઠાવી રહ્યા છે. આ મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી કેશવ પ્રસાદે જણાવ્યું કે વાયરલ વીડિયો અંગે માહિતી મળી છે. તપાસના આદેશ BEOને આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *