શહડોલ-અમરકંટક રોડ(Shahdol-Amarkantak Road) પર રવિવારે એક ઝડપી કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 5માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ડ્રાઈવર(Driver) સહિત બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત(Accident) એટલો ભયંકર હતો કે કારનો પાછળનો ભાગ અલગ થઇ ગયો હતો. આ તમામ લોકો નવી ટાટા અલ્ટ્રોઝ(Tata Ultras) કારમાં અમરકંટક(Amarkantak) જવાના હતા. રાજેન્દ્રગ્રામ હેઠળના શિવરીચંદાસ(Shivrichandas)ના કરૌંડી તિરાહા પાસે આ અકસ્માત થયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, ઝડપભેર કારની સામે અચાનક કૂતરો આવી જવાને કારણે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ કાર રોડ પરથી ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના આગળના ભાગને કંઈ થયું ન હતું, પરંતુ પાછળનો ભાગ અલગ થઈ ગયો હતો.
અકસ્માતમાં દિનેશ શ્રીવાસ્તવની પુત્રી વર્ષા શ્રીવાસ્તવ અને સુબોધ શ્રીવાસ્તવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ, સૌરભ શર્મા (22) અને દિવ્યાંશુ શ્રીવાસ્તવ (22) બંને અનુપપુરના રહેવાસી જેઓ ઘાયલ થયા હતા. ઘાયલોને આરોગ્ય કેન્દ્ર રાજેન્દ્રગ્રામ મોકલવામાં આવ્યા, જ્યાંથી તેમને જિલ્લા હોસ્પિટલ, અનુપપુરમાં રિફર કરવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત સૌરભ શર્માએ જણાવ્યું કે, હું કાર ચલાવી રહ્યો હતો. કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હતી. કાર સૌરભની બહેન કલ્યાણીના નામે છે. સૌરભ નોઈડામાં અભ્યાસ કરે છે અને શનિવારે જ નોઈડાથી અનુપપુર આવ્યો હતો. જ્યારે દિવ્યાંશુ શ્રીવાસ્તવ ઈન્દોરમાં અભ્યાસ કરે છે, તે પણ ગઈકાલે અનુપપુર આવ્યો હતો. મૃતક સુબોધ શ્રીવાસ્તવ શાહડોલમાં નોકરી કરતો હતો. અન્ય એક મૃતક મનીષા સિંહનો પરિચીત હતો. આ પાંચેય લોકો સવારે 8 વાગ્યે અનુપપુરથી અમરકંટક જઈ રહ્યા હતા. કાર કરૌલી ચારરસ્તા પાસે પહોંચતા જ અચાનક સામેથી આવતા કૂતરાને કારણે કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. સૌરભે જણાવ્યું કે, બધું એટલું ઝડપથી થયું કે મને તેના વિશે કંઈ જ ખબર ન પડી.
ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા, તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.