બીમાર માતાની દવા લેવા બહાર નીકળેલી યુક્રેનિયન મહિલાને રશિયન આર્મીએ ગોળીઓથી વીંધી નાખી

રશિયા-યુક્રેન યુધ્ધને(Russia-Ukraine war) કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે. આજે સતત 18મા દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશ એકબીજા સામે ઝૂકવા તૈયાર નથી. જેના કારણે થતા હુમલામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે. આવી જ ઘટનાની માહિતી કિવની (Kiev) બહારના એક ગામમાંથી મળી રહી છે જ્યાં એક મહિલા તેની બીમાર માતા સાથે દવાની શોધમાં નીકળી હતી, પરંતુ રસ્તાની વચ્ચે જ રશિયન સૈનિકોએ તેની કાર પર ટેન્ક વડે ગોળીબાર(Firing) કર્યો, જેમાં માતા, પુત્રી અને ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.

માતા, પુત્રી અને ડ્રાઇવરને ટેન્કથી ઉડાવી દેવામાં આવ્યા હતા:
વેલેરિયા માકસેત્સ્કા, જે એક પ્રશિક્ષિત ડૉક્ટર હતા. તેમણે રશિયન આક્રમણ પછી સ્થાનિક લોકોને મદદ કરવા માટે યુક્રેનમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. આ બધાની વચ્ચે તેની બીમાર માતાની દવા પુરી થઈ જતાં તે દવાની શોધમાં નીકળી હતી પરંતુ કમનસીબે દવા મળી ન હતી. આ સ્થિતિમાં તેણે દેશમાંથી ભાગી જવાનું નક્કી કર્યું કારણ કે તેની સામે એક મજબૂર માતા હતી. તેનો ડ્રાઈવર દેશની પશ્ચિમી સરહદો તરફ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી.

વેલેરિયા લોકોના ભલા માટે કામ કરતી હતી:
એક રીપોર્ટ મુજબ, વેલેરિયા મકસેત્સ્કા મૃત્યુ પહેલાં યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સાથે કામ કરતી હતી. USAID એડમિનિસ્ટ્રેટર સામન્થા પાવરે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. સામન્થા પાવરે એક નિવેદન આપતાં કહ્યું કે હું માકસેત્સ્કાના નિધનથી ખૂબ જ દુઃખી છું. વેલેરિયા એક ગૌરવપૂર્ણ યુક્રેનિયન મહિલા હતી જે હંમેશા સામાજિક એકતા અને ખોટી માહિતી સામે લડવામાં અગ્રેસર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *