Ahmedabad Hit and Run: અમદાવાદમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં એક મહિલા અને પુત્ર પર એક કાર ચાલકે (Ahmedabad Hit and Run) કાર ફેરવી દીધી હતી, જો કે મહિલાના પતિએ ચાત્કારી બચાવ કર્યો હતો. જેનો ક વિડીયો પણ સામે આવ્યો સામે છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. 38 વર્ષીય રણજીતસિંહ ભુલગરિયા તેની પત્ની જીવુબેન અને પુત્ર પ્રતિરાજ સાથે ઉમિયા સર્કલ પર બાઇક પાર્ક કરીને ચાલતા જતા હતા. જ્યાં અચાનક જ એક કાર ચાલકે મહિલા અને તેના પુત્રને પાછળથી ટક્કર મારી હતી. અને ટક્કર માર્યા બાદ ઘટના સ્થળથી ફરાર થઇ ગઈ હતી.
અમદાવાદમાં એક માતા અને તેના દીકરા તથા તેના પતિનો કાર એક્સિડન્ટમાં ચમત્કારિક બચાવ થયો હતો. ચાલકે ચાલતાં જઈ રહેલા આ ત્રણેય પર કાર ફેરવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિતાએ વેળાસર બન્નેએ બચાવી લીધા હતાં જેનો એક વીડિયો સામે આવ્યો છે.
પરંતુ તે કાર લઈને ભાગી નીકળે તે પહેલા શખ્સે તેની પત્ની અને દીકરાને કાર નીચેથી ખેંચી કાઢ્યા હતા. રણજીતસિંહ ભુલગરિયા ફરિયાદમાં જણાવ્યું હતું કે જરાક જેટલી ભૂલ થઈ ગઈ હોત તો કારવાળા તેમની પર કાર ફેરવીની ચાલ્યો ગયો હોત અને તેમના મોત પણ થઈ શકયા હોત.
Speeding car rams into family on Science City Road in Ahmedabad; CCTV footage goes viralhttps://t.co/W827DtkynX pic.twitter.com/kYdRlhGbY4
— DeshGujarat (@DeshGujarat) September 17, 2024
માહિતી અનુસાર રણજીતસિંહ ભુલગરિયાનો પુત્ર પ્રતિરાજને તેના માથા, છાતી અને લીવરમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે તેની પત્નીને માથામાં ઈજા થઈ હતી અને પીઠમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ તાત્કાલિક બંનેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને ઘટનાની તપાસ કરી રહી છે. ચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App